- વિજ્ઞાનિકોએ મહત્વની મગજ વિશેની સફળતા મેળવી છે.જેમાં સંશોધકોએ જણાવ્યું કે મગજમાં તંત્રિકા કોશિકાઓના વિવિધ વર્ગ સકારાત્મક અને નકારાત્મક વિચારોને નિયંત્રિત કરે છે. તે માટે મગજના કેન્દ્રમાં વિચારોથી વિપરીત સિગ્નલ મોકલે છે.
- અમેરિકાની કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના સંશોધકોએ જણાવ્યું કે તંત્રિકાઓના આ બંને સમૂહની ગતિવિધિમાં સંતુલનથી જાણ થાય છે કે કોઇ વ્યક્તિ સકારાત્મક વિચારો દરમિયાન આનંદ શોધે છે કે નકારાત્મક વિચારો દરમિયાન પોતાની પરેશાનીથી છુટકારો મેળવે છે..
- વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર આ તંત્રિકા કોશિકાઓ દ્વારા નિયંત્રિત વ્યવહાર માનસિક બીમારીથી પીડાતા લોકોમાં બાધિત થાય છે.
- વધુમાં સંશોધકોએ જણાવ્યું હતું કે ડિપ્રેશન થી પીડાતા લોકો એ કાર્યો કરવાનું બંધ કરી દે છે, જેનાથી તેમને ક્યારેક ખુશી મળતી હતી.
- કોઇ પણ વ્યક્તિમાં આનંદ અને દુઃખ ની ઓળખ અને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા આંશિક રીતે મગજ ના ખાસ ભાગ પર નિર્ભર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News