Scorching Heat in Ahmedabad : ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે, જ્યાં શહેરીજનો બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. અમદાવાદમાં 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે અને તેમાં પણ અમદાવાદમાં ગરમીના પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હવામાન વિભાગે યલો એલર્ટની (Yellow Alert in Ahmedabad) આગાહી કરી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને ગરમીના કારણે બિમારીના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ગરમીના કારણે બેભાન થઈ જવાની ઘટનાઓ વધી છે. માત્ર 13 દિવસમાં જ અમદાવાદમાં ગરમીના કારણે અંદાજે 590 લોકો બેભાન થઈ જવાની ઘટના 108 ઈમરજન્સીમાં નોંધાઈ છે. જોકે, ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ જબદસ્ત ઉછાળો આવ્યો છે. માત્ર 2 અઠવાડિયામાં આખા રાજ્યમાં 9500થી વધુ ઈમરજન્સીના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવા, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે.
હીટ સ્ટ્રોકના લક્ષણ – Symptoms of Heat Stroke
માથામાં દુખાવો
ડિમેંશિયા
ખૂબ વધારે તાવ આવવો
બેભાન થઈ જવું
માનસિક સ્થિતિ બગડી જવી
ઉલ્ટી, ચક્કર
ત્વચા લાલ થવી
હાર્ટ રેટ વધી જવી
ત્વચા ડ્રાય થઈ જવી
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans