Gujarat Rajasthan border

Gujarat Rajasthan border

રાજસ્થાનમાં ત્રીજા દિવસે પણ રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન યથાવત છે. આ શિક્ષક ભરતી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આ આંદોલનને પગલે અમદાવાદ-ઉદેપુર હાઇવે ત્રણ દિવસથી બંધ છે. ગઈકાલે ખેરવાડામાં હિંસક ટોળા દ્વારા કાર અને બસો સળગાવાઈ હતી. તો હિંસક પ્રદર્શન કરી રહેલા લોકો દ્વારા સ્થાનિક અનેક દુકાનોમાં લૂંટ ચલાવી પથ્થરમારો કરાયો હતો.

સમગ્ર વિરોધ પ્રદર્શનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat Rajasthan border) પર સુરક્ષા વધારાઈ છે. રતનપુર બોર્ડર પર મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. અરવલ્લી એસપી દ્વારા સઘન પેટ્રોલિગના આદેશ અપાયા છે. તો પોલીસની અનેક ગાડીઓ બોર્ડર પર તૈનાત કરી દેવાઈ છે. જેથી આ આંદોલનની અસર ગુજરાતમાં ન થાય.

આ પણ જુઓ : ભાજપના નેતા ઉમા ભારતી કોરોના પોઝીટીવ

રાજસ્થાનના આ હિંસક પ્રદર્શનમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા છે. આવામાં એક ખાનગી હોટલ માલિકે ફાયરિંગ પણ કર્યું હતું. રાજસ્થાનમાં આંદોલનને પગલે ખેરવાડા, ડુંગરપુર, બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ છે. ખેરવાડાથી ઉદેપુર વચ્ચે સ્થિતિ ગંભીર બની છે.

આ પણ જુઓ : SRHvsKKR : કલકત્તાએ 7 વિકેટથી હૈદરાબાદને આપી માત, કલકત્તાની પહેલી જીત 

આ આંદોલન મામલે અરવલ્લીના હાઇવે પર કિલોમીટરો સુધી ટ્રકોની કતાર જોવા મળી રહી છે. મોડાસા સ્ટેટ હાઇવે પર ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. આંદોલનની સીધી અસર ગુજરાત બોર્ડર પર અડીને આવેલા અરવલ્લી પર થઈ છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક થયો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024