પાટણમાં ચાલતા વિકાસમાં મહત્વનો ફાળો આપતા કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર અને આર્કિટેકની બેઠક પાટણ ખાતે યોજાઈ હતી. કોઈ પણ નગર ના વિકાસ માં આદિકાળથી એન્જીનીયરો નું અમૂલ્ય યોગદાન રહેલું હોય છે તેમાં પાટણ શહેરમાં પ્રજાના સુખાકારી માટેના આયોજન એન્જીનીયરિંગ કક્ષાએ થાય તેમજ સામાજિક સેવાઓમાં એન્જીનીયરોનું પણ યોગદાન હોવાના ઉમદા વિચાર સાથે એસોસિએશનનું નિર્માણ કરવામાં આવ્યું.

વધુમાં અન્ય ટેક્નિકલ બાબતો જેવી કે નવા બનતા મકાનો તથા બિલ્ડિંગમાં નગરપાલિકામાં પરમિશન લેવામાં પડતી મુશ્કેલી તથા નવા ઓડિપીએસ કાયદા ની સમજના અભાવને કારણે થતી મુશ્કેલીના કારણે પાટણની પ્રજાને હેરાન ના થવું પડે તે વિષયમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ ના નવા હોદ્દેદારો ની નિમણુક સીનીયર ઈજનેરઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી જેમાં એન્જિનિયર અને આર્કિટેક એસોસિયશન પાટણના પ્રમુખ તરીકે વિશાલ જે દરજી, ઉપપ્રમખ તરીકે કૃણાલ મોદી, મંત્રી તરીકે પરેશ મકવાણા, સહમંત્રી તરીકે પવન એસ પટેલ અને ખજાનચી તરીકે હર્ષ એમ પટેલ ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી

વધુમાં સિનિયર એન્જિનિયરોને સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. આ બેઠકમાં વિક્રમભાઈ ભાવસાર, સી કે પટેલ, મનસુખભાઈ પટેલ, હરિભાઈ પટેલ, જ્યેન્દ્ર ભાઈ મોદી, ડી સી પટેલ, ધર્મેશ જોષી, કિરીટભાઈ દરજી, કલ્પેશભાઈ પ્રજાપતિ, રાજુભાઇ સુથાર, દિનેશભાઇ પ્રજાપતિ , અશ્વિનભાઈ ગાંધી, શૈલેષભાઇ પટેલ, જયરામભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, ભગાભાઈ યોગી, ચિંતનભાઈ પટેલ, હિતેશભાઈ મોદી , નટુભાઈ દરજી વિગેરે એન્જીનીયરો ઉપસ્થિત રહ્યા હતા. નવિન નિમાયેલ હોદેદારોને ઉપસ્થિત તમામ એન્જીનીયર અને આર્કિટેકોએ આવકારી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024