અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

Accident

Accident

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં 20 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. તેમજ કેટલાક મુસાફરોની હાલત ગંભીર છે. જાણકારી મુજબ બસ અને ટ્રકના ચાલકની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

Accident

અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી આ ટ્રકના ચાલકને ઝોકું આવી જતા બેકાબૂ બનેલી ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી જતા સામે આવતી બસ સાથે ટકરાઈ હતી. ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગયો હતો.

આ પણ જુઓ : અમદાવાદ કાંકરિયા લેકફ્રન્ટ આ તારીખથી મુકાશે ખુલ્લું

અકસ્માત થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક અને બસની ટક્કરથી આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here