India
ભારતે (India) બ્રિટનમાંથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, રવિવારે રાત્રે યુકેથી 222 મુસાફરોને લઈને એક વિમાન નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચ્યું હતું. જેમાં 25 મુસાફરો પાસે તેમનો કોરોના રિપોર્ટ નહોતો.
આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત
તેથી તેને નજીકના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જઈ તેમનું કોરોના વાયરસનું પરીક્ષણ કરાયું હતું. 25 મુસાફરો પૈકી 2 વ્યક્તિઓને કોરોના ચેપ લાગ્યો હતો. ઉપરાંત બ્રિટનથી ભારતના ચેન્નાઈ પરત ફરેલો એક યાત્રી કોવિડ 19 ની પોઝીટિવ હોવાનું સામે આવ્યું છે. આ દર્દી કોરોનાના નવા સ્ટ્રેઇનથી સંક્રમિત છે કે નહિ તે ચકાસવા સેમ્પલને પુણે ટેસ્ટ માટે મોકવામાં આવ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.