બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન અણદાભાઇ આર.પટેલના અધ્યક્ષ સ્થાને આજે ભલગામ મુકામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા વિવિધ લાભો જેવા કે રેશનકાર્ડ, આધારકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, કોરોના મૃત્યુસહાય, વૃદ્ધસહાય, જાતિઆવકના દાખલા, વિધવા સહાય યોજના, વયવંદના યોજના , આરોગ્યલક્ષી,કૃષિલક્ષીના વિવિધ લાભો અને આવા 57 જેવા લાભો લોકોને ઘર આંગણે એ જ દિવસે મળી રહે તે હેતુસર ભલગામ ગામે આજે વિવિધ લાભો મળી રહે અને આજુ-બાજુના જેવા કે ભલગામ, રાણકપુર, ઉણ, પાદર, સવપુરા, કરશનપુરા, ટેંબી, નેકારિયા, શિરવાડા, જાખેલ, માંડલા, ચાંગા, અધગામ, રતનપુર(ઉણ), માનપુરા(ઉણ), તાંતિયાણા અને વાલપુરા જેવા ગામડાઓના લાભાર્થીઓને વિવિધ લાભો ભલગામ ગામે મળી રહે તે માટે સેવાસેતુમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાસેતુ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પ્રભારીસુરેશભાઇ શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઇ પીલિયાતર, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રીઓ ઈશુભાવાઘેલા અને અમીભાઈ દેસાઈ, મામલતદાર એમ.ટી.રાજપૂત, ટી.ડિ.ઓ. રમીલાબેન પરમાર અને ડેલીકેટશ્રીઓ, આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ સરકારના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ લાભોવિષે વધુ જાણકારી આપી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારો ને રૂપિયા પચાસ હજાર ની સહાય પેટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.