કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત સમરસ બની હતી ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને બાળકો દ્વારા સ્વાગત ગીત ગાયું હતું અને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર અને કાંકરેજ મામલતદાર એમ.ટી. રાજપૂત સહિત ભારતીય જનતા પાર્ટીના અણદાભાઈ પટેલ ચેરમેન બનાસ ડેરી અને થરા માર્કેટ યાર્ડ તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, દિનેશભાઈ ઠક્કર સહિત અરણીવાડા ગ્રામ પંચાયત ના સરપંચો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોરોના મહામારી માં મૃત્યુ પામેલા વારસદારો ને રૂપિયા 50 હજાર ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
જયારે સરકારી લાભો વિશે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં લોકોએ જુદી જુદી યોજનાઓ અંગે જાણકારી મેળવી ને લાભ લીધો હતો ત્યારે બનાસ બેંક ચેરમેન એ જણાવ્યુ હતુ કે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ બેંક દ્વારા લોન આપવામા આવશે તેમજ જમીન વિહોણા લોકો ફેરિયા ને પણ પગભર કરવા માટે પાર્લર ના ધંધા રોજગાર માટે સહાય આપવામા ટુંક સમયમાં યોજના અમલમાં મુકવામાં આવશે ત્યારે કોરોના મહામારી માં લોકોના આરોગ્યની ચિંતા કરતી સરકાર ના માસ્ક પહેરીને બહાર નીકળવાના અભિગમ અપનાવ્યો છે.
પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી ભોગવવી પડે છે કારણ કે ગામમાં રહેતા લોકોને બજારમાં કે દૂધડેરીએ દૂધ ભરાવવા માટે જવાનું હોય ત્યારે પોલીસ દ્વારા માસ્ક ન હોય તો રૂપિયા એક હજાર નો દંડ વસુલ કરવામાં આવે છે એટલે હવે આ દંડ બંધ કરવા માં આવે અથવા તો સામન્ય લોકો ને સો કે બસો રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે શું હવે સરકાર દ્વારા માસ્ક નો દંડ વસુલ કરવાનું બંધ કરવા માં આવશે કે કેમ? એ જોવું રહ્યું.