શિલ્પા શિંદેએ ફરી સુનીલ ગ્રોવર પર લગાવ્યા ગંભીર આરોપો

Shilpa Shinde
- Advertisement -

This browser does not support the video element.

Shilpa Shinde

ભાભીજી ઘર પર હે સીરીયલથી પ્રખ્યાત થયેલી શિલ્પા શિંદે (Shilpa Shinde) એકવાર ફરીથી ચર્ચામાં છે. શિલ્પા શિંદે આવનારા કોમેડી શો ગેગ્સ ઓફ ફિલ્મિસ્તાનમાં જોવા મળવાની છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શોમાં કામ કરતો પ્રખ્યાત કલાકાર સુનીલ ગ્રોવર શિલ્પા સાથે સારો વર્તાવ નથી કરતો. શિલ્પા શિંદેનું કહેવું છે કે તે સુનીલ સાથે કામ કરવા નથી માંગતી. પરંતુ શોની પ્રોડ્યુસર પ્રીતિ સિમોસે આ બધી ખબરોને ખોટી જણાવી છે.

એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં શિલ્પાએ જણાવ્યું કે, સુનીલ મને એક જુનિયર આર્ટિસ્ટની જેમ ટ્રીટ કરે છે. શોમાં મારી પાસે કેટલો રોલ છે એ જોવા માટે એપિસોડને ટેલિકાસ્ટ કરવો જોઈએ. સુનીલ જીને બસ એક પ્રોપ જોઈએ છે કે એની બગલમાં એક સુંદર યુવતી ઉભી રહે. અને બસ એના માટે જ મારો ઉપયોગ કરવામાં આવ્યો.

આ પણ જુઓ : સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી BJPએ જીતી 281 સીટ

સુનીલ ગ્રોવર વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું કે, માફ કરજો, પરંતુ સુનીલ જી એક કોમેડિયન તરીકે અત્યાર સુધીમાં કોઈ સોલો હિટ નથી આપી શક્યા. તમે જ જણાવો મને કે એમણે કયો હિટ શો આપ્યો છે. પાછળના શો વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું કે, તે મારી સાથે વધારે ડાન્સ સિક્વેન્સ શૂટ કરવા માંગતા હતા. પરંતુ સુનીલજીએ જબરદસ્તી પોતાની કોમેડી નાખીને એને બરબાદ કરી નાખ્યું. તે ખુબ જ જટિલ માણસ છે, ખુબ જ ઈન્સિક્યોર છે. તેને એવું લાગે છે કે માત્ર એ જ કોમેડી કરી શકે અને કોમેડી કિંગ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.