બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar) કોરોના વાયરસનું વેક્સિનેસન લીધું છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી.
સોશિયલ મીડિયા પર રસી મૂકાવ્યા બાદ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. શિલ્પાએ લખ્યું કે, ‘રસી મૂકાવી લીધી છે અને હવે હું સુરક્ષિત છું. Thank you UAE’. આ કેપ્શનથી જાણવા મળે છે કે તેણે UAEમાં રસી મૂકાવી છે.
અત્યાર સુધીમાં હજી સુધી કોઇ બોલીવૂડની સેલિબ્રિટીએ વેકસીન લીધું નથી. શિલ્પા શિરોડકર કોરોનાની રસી મૂકાવનારી બોલીવુડની પહેલી અભિનેત્રી બની છે.