Shravan
- Shravan (શ્રાવણ) મહિનો અષાઢ પછી અને ભાદરવા પહેલાં આવે છે.
- શ્રાવણ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે.
- ધર્મ પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે.
- દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે.
- તેથી શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે.
- Shravan (શ્રાવણ) મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષીઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે.
- શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ શ્રવણ નક્ષત્રના સંયોગમાં રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે.
- આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવી જોઇએ.
- શ્રાવણ (Shravan) મહિનામાં તેમની જ પૂજા અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
- તો આ મહિનામાં ભગવાન શિવ, વિષ્ણુ અને શુક્રની ઉપાસના દરમિયાન થોડાં નિયમોનું પણ ધ્યાન રાખવું જોઇએ.
- શ્રાવણ મહિનામાં પાનવાળા શાકભાજી ખાવા જોઇએ નહીં.
- તેમજ સાત્વિક ભોજન કરવું જોઇએ.
- આ સાથે માસાહાક અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ.
- તો આ મહિનામાં વધારે મસાલેદાર ભોજન કરવાથી બચવું જોઇએ.
- આ સાથે જ, બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ.
- શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે વિષ્ણુજીનો અભિષેક પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
- શ્રાવણમાં શુક્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે.
- સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ (Shravan) મહિનામાં એક જ સમયે ભોજન કરવું જોઇએ.
- તેની સાથે જ, પાણીમાં બીલીપાન કે આંબળા રાખીને સ્નાન કરવું જોઇએ.
- આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે.
- આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જળમાં હોય છે.
- એટલે આ મહિનામાં તીર્થના જળથી સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે.
- મંદિરોમાં અથવા સંતોને કપડાનું દાન કરવું જોઇએ.
- આ સાથે જ, ચાંદીના વાસણમાં દૂધ, દહી કે પંચામૃતનું દાન કરો.
- તેમજ તાંબાના વાસણમાં અનાજ, ફળ અથવા અન્ય ભોજનની વસ્તુઓ રાખીને દાન કરવું જોઇએ.
- આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત
- જો એક કરતા વઘુ બેંકમાં Account હોય તો આ જરૂર વાંચો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow