માતૃગયા તીર્થ શ્રી બિંદુ સરોવર ચેરિટેબલ ટ્રસ્ટ, સિધ્ધપુર સંચાલિત જેઠીબા અથિતી ગૃહ ખાતે ૭ નવીન રૂમો તેમજ પુજા ઘરનું લોકાપ્રણ ઇસ્કોન ગ્રુપના ચેરમેન અને પૂર્વ યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પ્રવિણભાઈ કોટક તેમજ ગોકુલ ગૃપ ઓફ કંપની તથા જીઆઈડીસી ગુજરાત રાજ્યના ચેરમેન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રવિણભાઈ કોટકે ૭ રૂમ માટે રૂપિયા ર૧ લાખનું અનુદાન આપ્યું તેમજ બલવંતસિંહ રાજપૂતે તેમની માતા હંસાબાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રૂપિયા પ લાખનું અનુદાન આપી પુજા ઘર બનાવી લોકાપ્રણ કયું હતું.

બાલાજી (વેફર) ગ્રુપના સુરેશભાઈ પટેલ તરફથી નવીન રૂમો માટે ૭ એ.સી તેમજ હિતેશકુમાર પાટિલ તરફથી એક એસીનું અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સરસ્વતી બા કોટક, અલકાબેન કોટક, સુરેશભાઈ પટેલ (બાલાજી ગ્રુપ), હિતેશભાઈ પાટીલ, મહેશ રાવ, વિષ્ણુ પ્રસાદ ઠાકર, અંકુરભાઈ મારફતિયા, જે.ડી.પટેલ, બિપિન ભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સિદ્ઘપુર નગરજનોની ઉપસ્થિતિ રહી હતી.