સિદ્ઘપુર તાલુકાના કાયણ ગામે અમૂલ બ્રાન્ડ ડ્રાય મિલ્ક પાવડરની ડેટ બદલી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતાં સિદ્ઘપુર પોલીસ સહિત કાફલાએ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરતાં આ ગોડાઉન બનાસ અને અમૂલ ડેરી દ્વારા ભાડે રાખી તેમાં મિલ્ક પાવડરનો જથ્થો રાખવામાં આવેલો છે અને તે જથ્થો બાંગ્લાદેશ મોકલવાનો હોવાથી તેનું પેકેજીંગ બદલી પાવડરનું ટેસિટીગ કરી તેનું મેન્યુફેક્ચર અને એક્સપાયરી ડેટ છાપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

જો કે ફુડ વિભાગ દ્વારા પણ તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ પ્રક્રિયા દરમિયાન પોલીસે મીડિયાને દૂર રાખ્યું હતું. જેને પગલે લોકોમાં શંકાઓ ઉભી થઇ હતી. અમૂલ બ્રાન્ડનો ડ્રાય મિલ્ક પાવડરની ડેટ બદલી કેટલાક તત્વો દ્વારા વેચાણ કરવામાં આવી રહી છે તેવી પોલીસને બાતમી મળતાં સિદ્ઘપુર પોલીસ ગોડાઉન પર પહોંચી હતી. બાદમાં આ મામલાની ગંભીરતા લઈને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી સ્થળ પર પહોંચ્યા હતા. અને આસપાસના પોલીસ અધિકારીઓ સહિતની ટીમો ગોડાઉન પર ઉતારી દેવામાં આવી હતી.

પોલીસે પ્રાથમિક તપાસ માટે ગોડાઉનના માલિકને બોલાવી પ્રાથમિક પુછતાછ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ગોડાઉન બનાસ અને અમૂલ ડેરી દ્વારા ભાડે રાખવામાં આવ્યું છે. અને તેઓ ગોડાઉન તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે. મિલ્ક પાવડર પર ડેટ કેમ બદલવામાં આવી રહી છે તેવો પોલીસે સવાલ કરતા ગોડાઉનના માલિકે સી.એમ.એફના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસને વાત કરાવી હતી. જેમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે આ પાવડરના જથ્થો બાંગ્લાદેશ મોકલવાનો છે. જેને પગલે તેનું પેકેજિંગ બદલવામાં આવી રહ્યું છે.

પાવડરનું ટેસ્ટિંગ કરી તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ કઈ છે તે છાપવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે જાણવાજોગ નોંધ કરી એન્ટ્રી કરવામાં આવી છે. આમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ હોય કે એક્સપાયર થઈ ગયેલી વસ્તુને બજારમાં વેચવામાં આવતી હોય તેવું ક્યાંય સાબિત થયું નથી કે પોલીસને ધ્યાને પણ આવ્યું નથી. આ બાબતની પુષ્ટિફૂડ સેફટી અધિકારીને બોલાવી કરવામાં આવી છે.

કાયણ ગામ નજીક એક ગોડાઉનમાં અમૂલ બ્રાન્ડનો શંકાસ્પદ મિલ્ક પાવડરનો જથ્થો ગોડાઉનમાં છે તેને લઈ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાના આધારે સિદ્ઘપુર પી.આઈ ચિરાગ ગોસાઈ તેમજ સિદ્ઘપૂર પોલીસની ટીમનો કાફલો તાલુકાના કાયણ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરતા અમુલ બ્રાન્ડનો શંકાસ્પદ મિલ્ક પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો મિલ્ક પાવડર હોવાનું તપાસમાં આવ્યું હતું. જેની થેલીઓ ઉપર ર૦ર૦ની તારીખ લખેલી હતી અને અહીં ગોડાઉનમાં આ થેલીઓમાંથી મિલ્ક પાવડરની થેલીઓ ર૦ર૩ની બદલીને ભરવામા આવી રહી હતી તેવી આશંકા આધારે વધુ તપાસ હાથ ધરવા માટે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને બોલાવવામાં આવી હતી.

આ ગોડાઉનમાં પ૦થી વધુ બનાસ ડેરીના કર્મચારીઓ કામ કરતા હોવાથી તમામ કર્મચારીઓને પોલીસ દ્વારા કામગીરી રોકાવવામાં આવી હતી. આમ, પોલીસ અધિક્ષાકના જણાવ્યા મુજબ અમુલના ડ્રાય પાવડરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી પુષ્ટી કરાવવામાં આવતાં આવી કોઈપણ પ્રકારની બાબત ધ્યાને આવી ન હોવાનું જણાવ્યું હતું ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દવારા તેલ, ઘી કે અન્ય ખાદ્ય પદાથો ના સેમ્પલો લીધા બાદ વડોદરાની લેબોરેટરી ખાતે તેની પુષ્ટી માટે મોકલવામાં આવતા હોવાથી આઠ દશ દિવસ બાદ તેનો રીપોર્ટ આવી સાચી હકીકત સામે આવતી હોય છે પરંતુ અમુલ ડ્રાય પાવડરના કિસ્સામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માત્ર અડધો કલાકમાં તેની પુષ્ટી કરાતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024