સિદ્ઘપુર શહેર સહિત તાલુકાની સરકારી તેમજ અર્ધસરકારી ૧૧પ પ્રાથમિક શાળાઓમાં આજ થી સરકારની એસ.ઓ.પી ના નિયમો અનુસાર ધોરણ ૬, ૭ અને ૮ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાત સહિત સિદ્ઘપુર તાલુકામાં વૈશ્વિક કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો જેના કારણે શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ પણે બંધ કરી દેવાયું હતું. કોરોના સંક્રમણને અટકાવવા માટે સિદ્ઘપુર તાલુકાની તમામ શાળા – કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારે સમગ્ર ગુજરાત તેમજ સિદ્ઘપુર તાલુકામાં કોરોના સંક્રમણમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુરુવારથી સમગ્ર રાજ્ય સહિત સિદ્ઘપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬, ૭ અને ૮ ના ઓફલાઈન વર્ગો સરકારની એસ.ઓ.પી અનુસાર શરૂ કરવામાં આવી હતી.
શાળાઓમાં એસ.ઓ.પી ના નિયમ અનુસાર એક વર્ગમાં ર૦ થી રપ વિધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે વિધાર્થીઓનું ભણતર શરૂ કરવામાં આવ્યું હતું.