- મળતી માહિતી પ્રમાણે, મોટા કોઠાસણા ગામનાં યુવકે ટીકટોક પર લોકગાયક ગીતા રબારીનાં રાંણા તો ફરવાનાં ગીત સાથે મૂછ ફેરવતો વીડિયો સામે આવ્યો હતો.
- આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તે જ ગામનાં અન્ય યુવકોએ આ મૂછ સાથે ટીકટોક કરનાર યુવકને માર મારીને તેની મૂછો કઢાવી હતી.
- જે બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસનાં કાફલાએ ગામમાં સઘન પોલીલ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
- પોલીસે સાત યુવાનો સામે રાયોટિંગ, મારામારી, એટ્રોસિટી તેમજ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
- મહેસાણાનાં એસપી, મનીષ સિંહે જણાવ્યું કે, આ યુવકને ધમકી મળી હતી કે મૂછો હટાવી દે તો તેને ઘરે જઇને મૂછો કાઢી નાંખી હતી. જે બાદ તે ગામમાં આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેનો ફરીથી વીડિયો બનાવ્યો.
- જેમાં તેને બોલાવ્યું કે, હવે હું ફરીથી મૂછો નહીં વધારું. મને માફ કરી દો. આ વીડિયોને તેઓએ પોતાનાં સમાજમાં વાયરલ કરી દીધો હતો.
- આ અંગેની જાણ થતા તરત જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. આ અંગેની એફઆઈઆર નોંધી લેવામાં હતી
- શકદારોની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા મોડી રાત્રે પોલીસને માહિતી મળી કે આ શખ્સો ગામ છોડી ભાગી ગયા છે અને આજુબાજુના પર્વત વિસ્તારની ગુફામાં છુપાયેલા છે.
- જે હકીકત આધારે પોલીસની ટીમોને બુલેટપ્રુફ જેકેટ તેમજ દુરબિન સહિતના સાધનોથી સજ્જ કરી ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ કરી નાકાબંધી કરાઇ હતી.
- જેમાં કોઠાસણા ગામની પાછળ આવેલા પર્વત ઉપર તેમજ ચોમેર કોમ્બિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન આ શખ્સો પર્વત ઉપર ગુફાઓ તેમજ ઝાડીઓમાં સંતાયેલા હોઇ પોલીસ પહોંચતાં ત્યાંથી ભાગ્યા હતા.
- એક ટીમે ભાલુસણા ગામની પાછળના ભાગે પર્વતને કોર્ડન કરી લીધો, જ્યારે બીજી ટીમે ભાગેલા શખ્સોનો પીછો કરી પર્વતની તળેટીમાં પહોંચી તમામ છ શખ્સોને પકડી લીધા હતા.
- પર્વતમાળામાં સંતાયા હોવાની માહિતી આધારે પોલીસ તપાસ કરતાં કરતાં ભાલુસણા પર્વતની તળેટી પર પહોંચ્યા હતા.
- જ્યાં રાત્રે ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડી ચૌહાણ સંજયસિંહ જેઠુસિંહ, સંગ્રામસિંહ પ્રહલાદસિંહ, જયેન્દ્રસિંહ વેલસિંહ, રાજપાલસિંહ અર્જુનસિંહ, સ્વરાજસિંહ જગતસિંહ ચૌહાણ તેમજ એક સગીર સહિત 6 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.