- કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિસાન સાધ્યું છે. હકીકતમાં એક દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને નકારીને આદેશ કર્યો હતો કે મહિલા સૈનિકોને સેનામાં સ્થાયી કમિશન અને કમાન્ડર પોસ્ટીંગ આપવામાં આવે. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકારને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓને પુરુષ કરતા નબળી દર્શાવી તેમનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલના આ ટ્વિટને” બેગાની શાદી મે અબ્દુલ્લા દીવાના” તરીકે દર્શાવી હતી.
- રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ કહીને મહિલાઓનું અપમાન કર્યું છે કે મહિલા સૈનિક કમાન્ડ પોસ્ટ અને કાયમી કમીશનને લાયક નથી, કારણ કે પુરુષોથી કમજોર છે. તમામ મહિલાઓ સાથે ઉભા રહેવા બદલ અને ભાજપ સરકારને ખોટી સાબિત કરવા બદલ અભિનંદન પાઠવું છે.
- સ્મૃતિએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આદરણિય “બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના”, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા કે જેમણે સશસ્ત્ર દળમાં મહિલાઓ માટે કાયમી કમિશનની જાહેરાત કરી લૈગિંક ન્યાય સુનિશ્ચિત કર્યું. ભાજપ મહિલા મોરચાએ આ મુદ્દાને ત્યારે ઉઠાવ્યો હતો કે જ્યારે તમારી સરકારે આ ફેરફારનો ઠેકો આપ્યો હતો. ટ્વિટ કરતા પહેલા ટીમને કહો કે તે ચેક કરો.
- સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સરકારની ટીકા થઈ.સરકારે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પુરુષ સૈનિક મહિલા અધિકારીઓના આદેશને માનવા માટે તૈયાર નથી. આ સાથે મહિલાઓની કેટલીક સામાજીક મર્યાદા હોય છે. જેને લીધે તેઓ જોખમનો સામનો કરવા સક્ષમ નથી. જોકે, રોક્ટે સ્થાયી કમિશન નહીં આપવા પાછળના સરકારની આ દલીલો પર કહ્યું હતું કે આ દલીલ પરેશાન કરનારી છે. આ તર્ક લૈગિંક રુઢિયોવાળી છે. સરકાર અને સેના માનસિકતા બદલે. કમાન્ડ પોસ્ટ પર મહિલાઓનો સંપૂર્ણ બહિષ્કાર બંધારણની અનુચ્છેદ-14 વિરુદ્ધ છે. તે ફક્ત પ્રશાસનિક નિયુક્તિ સુધી જ મર્યાદિત રાખવામાં આવે તે યોગ્ય નથી. તેને કમાન્ડ પોસ્ટીંગ આપવામાં આવે..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News