Sabarkantha
રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ત્રણ મહાનગરોમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી લાગુ કરાયેલું કર્ફ્યું આજે સવારે એટલે કે સોમવાર સવારે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું. ત્યારે આ પહેલા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 57 કલાકનું વિકેન્ડ કર્ફ્યુ જાહેર કરાયું હતું.
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક જગ્યાએ સ્વયંભૂ બંધ રાખવામાં આવી રહ્યું છે. જેને લઇને સાબરકાંઠા (Sabarkantha) ના પ્રાંતિજમાં વેપારીઓએ કોરોના સંક્રણમને અટકાવવા માટે બે દિવસથી સ્વયંભૂ બંધ રાખ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે.
આ પણ જુઓ : કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં
કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી. મંગળવારથી પ્રાંતિજ બજાર રાબેતા મુજબ ખુલશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.