ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં મહિલા હેલ્પ લાઇન 181ના 351 કર્મચારી બેમુદત ધરણાં પાર ઉતર્યા હતા. મહિલા હેલ્પ લાઇનના કર્મચારીઓની ફરિયાદ હતી કે છેલ્લા 14 મહિનાથી અમને પગાર મળ્યો નથી. આ મહિલા કર્મચારીઓ કહે છે કે અમે અત્યાર સુધીમાં પાંચ લાખ મહિલાઓને તાકીદની પળે મદદ કરી હતી જેમાં તેમને ઘરેલુ હિંસાના કેસમાં તેમજ અન્ય હેરાનગતિની ઘટનાઓમાં કાઉન્સેલિંગ કરવા જેવાં કાર્યોનો સમાવેશ થયો હતો.
એક કર્મચારીએ કહ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકાર અમારી ફરિયાદો સાંભળતી નથી. સવા વર્ષથી હેલ્પ લાઇનની ઑફિસનું ભાડું ભરવાથી માંડીને રેસ્કુય વાનમાં ડિઝલ ભરાવવા સુધીની બધી કામગીરી અમે અમારા ખર્ચે કરીએ છીએ. મહિલાઓના ફોન સતત હેલ્પ લાઇન પર આવતા હોય છે. અમે મહિલાઓને સાધન સામગ્રી વિના કેવી રીતે અને કેટલી મદદ કરી શકીએ ?
આ પણ જુઓ : BSF એ ઘૂસણખોરીની કોશિશ કરતાં 5 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
પુજા પાંડે નામની એક મહિલા કર્મચારીએ કહ્યું કે અમે છેલ્લા કેટલાય મહિનાથી યોગીજીની એપોઇન્ટમેન્ટ માગી રહ્યા હતા. 17મી જુલાઇએ તેમણે અમને એપોઇન્ટમેન્ટ આપી હતી ત્યારબાદ અમે તેમની સમક્ષ રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. પગાર નહીં મળે તો અમે બેમુદત ભૂખ હડતાળ પર ઊતરવાની ચેતવણી પણ જુલાઇની 20મીએ આપી હતી.
આ પણ જુઓ : India : ચીની નાગરિકોના વીઝા બાબતે કડક પગલું લેવાયું
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)આ મહિલાઓએ એવી ફરિયાદ પણ કરી હતી કે ઘણીવાર મહિલાઓની સમસ્યા દૂર કરવા માટે પોલીસની મદદ પણ અમને સમયસર મળતી નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.