આપણે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવા માટે સવારે પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ આહાર લઈ રહ્યા છો તો  તે પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ.

જોકે ઘણી વખત એ નથી સમજાતું પણ નથી કે સવારના નાસ્તામાં એવી તો કઈ વસ્તુ ખાવી જેનાથી સ્વાસ્થ્યને તકલીફ ન થાય.

આજે તમને એવી કેટલીક જમવાની વસ્તુની વાત કરીશું જે ઘણી બીમારીઓ જેમ કે વજન ઘટાડવા, કોલેસ્ટ્રોલને ઘટાડવા, આંખોની રોશની માટે, પાચનતંત્ર માટે ફાયદાકારક છે. સવારે પૌષ્ટિક નાસ્તો કરવો એટલા માટે જરૂરી છે કેમ કે આપણું પેટ લાંબા સમયથી ખાલી રહે છે. શરીરના આંતરિક ભાગોને લાંબા સમયના આરામ પછી ભરપૂર માત્રામાં એનર્જીની જરૂર હોય છે. એટલા માટે ખાલી પેટે શું ખાવું જોઈએ તેની ખબર  આપણને હોવી જોઈએ.

પપૈયું

 પપૈયું  ફાઈબરની ગુણોથી ભરપૂર હોય છે.. પપૈયુ વજન ઘટાડવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વજનને નિયંત્રિત કરવાની સાથે સાથે પપૈયું વધેલા વજનને પણ ઓછું કરે છે. આ એક સારું ફળ છે. પપૈયાના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ જાય છે. અને હૃદય સંબંધી રોગો થી પણ દૂર રહી શકાય છે.

એલોવેરા

  અત્યારે ઘણાં લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય છે જેનાથી પેટ સાફ નથી થતું. એવા લોકોએ ખાલી પેટ એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ. પાણીની સાથે મિલાવીને જ્યૂસનું સેવન કરવાથી પેટની સફાઈ થઈ જાય છે. એટલું જ નહીં એલોવેરા જ્યૂસના સેવનથી કબજિયાતની સમસ્યા થી પણ છુટકારો મેળવી શકાય  છે.

ગરમ પાણીની સાથે મધ

સવારના સમયે ગરમ પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક સાબિત થાય છે. તે ઘણાં બધાં મિનરલ્સ, વિટામિન, ફ્લેવોનોઈડ અને એન્જાઈમ આપે છે જે તમારા પેટને સ્વાસ્થય  જાળવી રાખે છે. એ ઉપરાંત જો તમે ગરમ પાણીમાં મધ પીવો છો તો તમારા મેટાબોલિઝ્મને વધારે છે અને તમારું વજન ઓછું કરવામાં મદદ પણ કરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024