Nitish Kumar
મંગળવારે જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર (Nitish Kumar) મધુબનીનાં હરલાખી વિધાનસભા મત વિસ્તાર પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો.
નીતીશ કુમાર મધુબની જ્યારે સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે ડુંગળી અને પથ્થરના ટુકડાઓ તેમની ઉપર ફેંકવામાં આવ્યા.
આ દરમિયાન પથ્થર ફેંકનારા શખસોએ સતત સુત્રોચ્ચાર કર્યો અને કહ્યું કે દારૂ ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે, તસ્કરી થઇ રહી છે, પરંતું તમે કશું જ કરી શક્તા નથી.આ દરમિયાન નિતીશ કુમાર એવું કહેતા જોવા મળ્યા કે ફેંકવા દો જેટલા ફેંકવા હોય તેટલા ફેંકવા દો.
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
નીતીશે કહ્યું કે, જેઓ આજે સરકારી નોકરીની વાત કરે છે, જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે કેટલા લોકોને રોજગાર આપ્યો, ત્યારે તો બિહાર-ઝારખંડ ઘણા લાંબા સમયથી એક જ હતું. તેમણે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા પછી રોજગારની તક ઉભી થશે અને કોઈએ બહાર જવું નહીં પડે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.