DRDO
ચીન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં હથિયારો વિકસીત કરતી સંસ્થા DRDO ને એક મોટી સફળતા મળી છે. ડીઆરડીઓ દ્વારા આજે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળતા માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા છે.
મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાં આ પરિક્ષણ કરાયુ હતુ. ભારતીય સેનામાં વપરાતી અર્જુન ટેન્ક પરથી આ ગાઈડેડ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. રાજનાથસિંહે કહ્યુ હતુ કે, ભારતને ડીઆરડીઓ પર ગર્વ છે. આ પ્રકારની ટેકનોલોજીથી દેશની આયાત પરની નિર્ભરતા ઓછી થશે.
આ પણ જુઓ : ડાર્ક કોમેડી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માની જોડી જોવા મળે તેવી શક્યતા
ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલ ત્રણ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. તેને એક કરતા વધારે લોન્ચ પ્લેટફોર્મ પરથી ઉપયોગમાં લઈ શકાય છે. હાલમાં તેનો ઉપયોગ ટેન્ક પરથી કરવા માટેના અખતરા ચાલી રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.