- સુરત શહેરની પનાસ નહેરમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે માત્ર 500 રૂપિયાની લેવડ દેવડ મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી અને તેની લાશને પનાસ નહેરમાં ફેંકી દીધી હતી.
- પોલીસે લાશનું પીએમ કરતા તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
- તપાસ કરતા તેનું નામ વિકાસ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક શહેરના જમનાનગરથી ભટાર જવાના રોડ પર બીઆરટીએસ પાસેના ફૂટપાથ પર રહેતો હતો.
- આ યુવક જિતુ અને રામસિંગ નામના બે શખ્સો સાથે રહેતો હતો અને સાથે મજૂરી કામ કરતા હતા.
- પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે લૉકડાઉન કામ ન મળતા સતત પરેશાન હતા.
- રામસિંગ 500 રૂપિયાનું રાશન લાવ્યો હતો અને વિકાસને જમનાવું બનાવવા માટે કહ્યું હતું.
- રાશનના પૈસા માંગવાની બાબતને લઇ વિકાસે રામસિંગને માર માર્યો હતો.
- ત્યારબાદ રામસિંગ અને જિતુએ મળીને વિકાસના ઉંઘી ગયા બાદ ગળું દબાવી તેની હત્યા કરી હતી.
- ત્યારબાદ રામસીંગ અને જિતુંએ લાશને નજીકની નહેરમાં ફેંકી દીધી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News