Surat
સુરત (Surat) માં બે દિવસ પહેલા ગોડાદરા વિસ્તારમાં બાળકને કોઈ માતા તરછોડીને ભાગી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ગણતરીના કલાકોમાં બાળકની માતાને શોધી કાઢી પોલીસે આ કેસમાં બાળકીની માતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ આરણ્ય બિલ્ડિંગના પાર્કિંગમાંથી નવજાત મળી આવતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી ગોડાદરા પોલીસને આપી હતી. ત્યાર બાદ 108 ઇમરજન્સી સેવાને જાણકારી આપી હતી.
પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને નવજાત બાળકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકની માતાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે માસૂમને જે ઠેકાણે ત્યજી દેવામાં આવ્યું હતું તેની આજુબાજુ લોહીના ડાધના આધારે તપાસ કરતા ગણતરીના કલાકમાં જ માતાને શોધી કાઢી હતી.
આ પણ જુઓ : અમદાવાદમાં પાર્ક કરાયેલી ખાનગી બસો આગમાં બળીને ખાખ થઈ
પોલીસે પૂછપરછ કરતા યુવતીએ પોતે પ્રેમ સબંધમાં કુંવારી માતા બની હોવાનું જણાવ્યું હતું. જેના પગલે તેણીએ બાળકને તરછોડી દીધું હતું. આ યુવતી હાલ પોતાના ભાઈ અને ભાભી સાથે રહે છે. હાલ આ બાળક એક ખાનગી હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. યુવતીને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ હૉસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે યુવતીની ધરપકડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.