Cake
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરના રોજ 71 મો જન્મદિવસ છે, ત્યારે આ જન્મદિવસના ભાગરૂપે બુધવારે રાત્રિના 12 વાગ્યે સુરત ખાતે 71 ફૂટ લાંબી કેક (Cake) કટિંગ કરવામાં આવી છે.
સુરતની એક ખાનગી બેકરી દ્વારા આ કેક (Cake) બનાવવામાં આવી છે. તો આ કેક સાત જેટલા કોરોના વોરિયરના હસ્તે કટિંગ કરવામાં આવી છે. જો કે, આ કેક અંધજન શાળામાં બાળકો,અનાથ આશ્રમ સહિતની સંસ્થાઓમાં પોહચાડવામાં આવશે.
આ 71 ફૂટ લાંબી આ કેકમાં વર્તમાન સ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહેલા અલગ અલગ ક્ષેત્રના કોરોના વોરિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અલગ અલગ થીમ કેક પર જોવા મળી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષથી બ્રેડલાઈનર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. તો આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઇ રહ્યા છે.
બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા માટે કેક (Cake) ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તથા તેમને જણાવ્યું કે, ડિજિટલ ઉજવણી દ્વારા અમે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.