Sushant singh rajput

Bollywood એક્ટર સુશાંતના (Sushant singh rajput) સુસાઇડ કેસને તેની ગર્લફ્રેન્ડ રીયાચક્રવર્તીએ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દઈ સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત (Sushant singh rajput) ના મૃત્યુના કેસની તાપસ CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની તકલીફ વધશે.

બિહાર સરકારે આ કેસની તપાસ CBI ને સોંપવા માટે નિર્ણય લીધો પછી કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી. તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી.

તો બીજી તરફ કેન્દ્ર સરકારે CBI અને ED આ કેસની તપાસ કરે તે માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માગી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, બિહાર સરકારે કરેલી ભલામણને આધારે CBI એ FIR નોંધી છે અને આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.

આ કેસમાં 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024