સામગ્રી :-
- 500 ગ્રામ ખાંડ, 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, એક ચમચો દહીં, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.
રીત :-
- મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો.
- બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો તૈયાર છે. ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી.કઢાઇમાં ઘી ગરમ થાય ત્યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળા લોટા મા ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં6- 7 મીનીટ રાખવી. જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News