પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એકસન માં આવતા રેલવે તંત્ર દ્વારા તુટેલા રોડનુ કામ કરાયું શરુ.

આજ રોજ પાટણ શહેરના કુણાલ ઝેરોક્ષ થી યુનિવર્સિટી જવાનાં માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક ની આજુબાજુ મોટા મોટા ખાડાઓ પડ્યાં છે.એના કારણે પાટણની જનતા ને ખૂબ મોટી તકલીફો પડતી હોવાથી પાટણનાએક્ટિવ અને જાગૃત ધારાસભ્ય શ્રી ડૉકિરીટભાઈ પટેલે તાત્કાલિક તે જગ્યા ઉપર જઈ રેલ્વેના અધિકારીઓ ને ફોન કરી તાત્કાલિક ત્યાં બોલાવી બે દિવસ માં આ રોડ … Read more

જાણો પાટણ જીલ્લાના નવા એસ.પી અક્ષયરાજ મકવાણાના જીવન વિશે.

મોરબી જીલ્લામા એસપી રહેલ અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ તથા અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલ અક્ષયરાજ મકવાણા પાટણ શહેરમાં એસ.પી તરીકે નિમણુંક કરવામાં આવી છે IPS અક્ષયરાજ મકવાણા હાલના યુવાનનો માટે ખુબજ પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. … Read more

પાટણ: R.T.O દ્વારા ઘર આંગણેજ H.S.R.P વારી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.

પાટણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો સુવિધાલક્ષી પ્રયોગ જિલ્લાના વિવિધ સ્થળોએ કેમ્પ યોજી સ્થળ પર જ હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફીટ કરવામાં આવશે શહેરી વિસ્તારમાં સોસાયટીઓના પ્રમુખ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ દ્વારા અરજી કર્યેથી કરવામાં આવશે નંબર પ્લેટ ફિટમેન્ટ કેમ્પનું આયોજન. પાટણની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરીકોની સુવિધા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. … Read more

પાટણ: વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-366 અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.2,01,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.

ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-૩૬૬ કિ.રૂ.૪૮,૬૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીનુ સુપર કૈરી ટરબો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૨,૦૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ને પકડી પાડતી હારિજ પોલીસ. પો.અધિ.પાટણ એચ.કે.વાઘેલાએ દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. એ.બી.ભટ્ટ તથા અ.હેઙ.કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેઙ.કોન્સ. અબ્દુલકૈયુમ મિરસાબખાન તથા અ.પો.કોન્સ.વિજયભાઇ લગધીરભાઇ તથા … Read more

પાટણના બી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજાયો

વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા.પાટણના બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાની ઉપસ્થિતીમાં કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી સી.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે શિક્ષણ ઘણું … Read more

પાટણ એલ.સી.બી એ દેશી તમંચા સાથે આરોપી પકડયો.

પાટણ શહેરમાંથી દેશી તમંચા નંગ-૦૧ સાથે રીઢા ગુન્હેગાર ને એલ.સી.બી. ટીમેં પકડી પાડ્યો પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ એલ.સી.બી. પાટણ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પાટણ શહેરમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગ માં નીકળેલ હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા ને મળેલ બાતમીના આધારે … Read more

પાટણ: PUC માટે ઉઘાડી લુંટ 20ના બદલે 50 અને ફોર વ્હીલરના 50 ના બદલે 100 રૂપિયા ચાર્જ લેવાય છે

પાટણ શહેર અને જીલ્લામાં આગામી ૧૬ મી સપ્ટેમ્બર થી ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો ને સરકારે નકકી કરેલા કમરતોડ દંડથી દંડાવાના છે. જે વાહન ચાલકો પાસે પીયુસી, લાયસન્સ,વીમો, હેલ્મેટ વિગેરે નહી હોય તો તેની સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરીને તેમને મોટો દંડ ફટકારશે. આથી પાટણ શહેરના અનેક વાહન ચાલકો અત્યારે તેમના વાહનોના જરુરી સાધનીક કાગળોની પુર્તતા કરવા માટે પોતાના કામ ધંધા છોડીને લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે.

તો વાહનો માટે ખાસ પ્રદુષણ નિયંત્રણ સર્ટીફીકેટ જરુરી બન્યું હોવાથી તે દર છ મહીને કઢાવવુું પડે છે. કાયદાનો કડક અમલ થતો ન હોવાથી ઘણા લોકોએ કયારેય આવા પી.યુ.સી. કઢાવ્યા ન હોતા. પરંતુ હવે તેનો કડક અમલ થવાનો હોવાથી પી.યુ.શી. લેવા માટે પાટણમાં આવેલા ઓનલાઈન માત્ર ત્રણ જ પી.યુ.સી. સેન્ટરો પર લાઈન લગાવી રહયા છે. પાટણ માં માત્ર ત્રણ જ આવા સેન્ટરો હોવાથી માત્ર ટુ વ્હીલરના ર૦ રુપીયા અને ફોર વ્હીલરના પ૦ રુપીયાના બદલે પી.યુ.સી સેન્ટર વાળા ઉઘાડી લુંટ ચલાવી ડબલ પૈસા લેતા હોવાનું જોવા મળ્યું છે.

આમ આ પી.યુ.સી. લેવા માટે આજે શહેરના હાઈવે પર આવેલા સરદાર કોમ્પલેક્ષમાં વાહન ધારકો ની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે પી.યુ.સી. સેન્ટર વાળાને પી.યુ.સી.ની ફી અંગે પુંછતા ટુ વ્હીલરના ર૦ રુપીયા અને ફોર વ્હીલરના પ૦ રુપીયાજ લેવામાં આવતા હોવાનું જણાવી સરકારે ટ્રાફીકના નિયમનને કડક કરતાં છેલ્લા બે દિવસમાં ૧ હજાર જેટલા વાહન ધારકોની પી.યુ.સી. કાઢવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે વાહન ચાલકોને પી.યુ.શી.ની ફી બાબતે પુંછતા હકીકત કંઈક અલગજ જોવા મળી હતી. ત્યારે વાહન ધારકના જણાવ્યા મુજબ ફોર વ્હીલના પ૦ રુપીયાની જગ્યાએ ૧૦૦ રુપીયા લઈ ઉઘાડી લુંટ ચલાવવાનો ઘટ સ્ફોટ કર્યો હતો.

તો આ બાબતે તંત્ર દવારા સાચી હકીકત જાણી પી.યુ.સી. સંચાલક સામે કાયદેસરના પગલા ભરવા લોક માંગ ઉઠવા પામી છે. તો શુ તંત્ર દવારા આવા પી.યુ.સી. સંચાલકો સામે પગલા ભરાશે ખરા ?

પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજનામાં ખેડુતોને દર માસે રૂ. ૩૦૦૦ પેન્શન મળશે.PMKMY

PMKMY

બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે  ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરે રૂ. ૫૫ થી ૨૦૦ સુધીનો માસીક ફાળો  ૬૦ વર્ષ બાદ દર માસે રૂ. ૩૦૦૦ પેન્શન મળશે  પાત્રતા ધરાવતા ખેડૂતો માટે પેન્શન મેળવવા માટે અરજી કરવા પાટણ જીલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજન(PMKMY) દેશના નાના અને … Read more

પાટણ શહેરની નૃત્યાંગના દિવ્યા પટેલ સાઉથ કોરીયાના “અન્ડોંગ માસ્ક ડાન્સ ફેસ્ટિવલ 2019”માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્યા  પટેલે ઉત્તર ગુજરાતના નાના, પરંતુ ખૂબ જ સંસ્કારી અને ઐતિહાસિક ત દૃષ્ટિથી ખૂબ જ વિકસિત એવા પાટણ શહેર માં   6  વર્ષની વયે નૃત્યની તેની યાત્રા શરૂ કરી હતી. સંગીતશાળા વિદ્યાલય માં ગાયન, વાદન અને  નૃત્ય ની પ્રારંભિક તાલીમ તેમજ તેના  શાળાકીય શિક્ષણ પછી, તે બરોડા આવી અને નૃત્ય વિભાગ, પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ … Read more

પાટણ: એલ.સી.બી. ટીમે ગંજીપાના રમતા 8 ઇસમોને કુલ 48,600/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યા.

પાટણ શ્રી શોભા ભુતડા સાહેબ નાઓએ શ્રાવણીયા જુગાર લગત વધુમાં વધુ જુગાર ના કેશો કરવા સુચના કરેલ હોઇ પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા સાહેબ તથા અ.હેઙ.કો. કિર્તીસિંહ અનુજી તથા અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. ટીમ ના માણસો વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેઙ.કો. કિર્તીસિંહ અનુજી નાઓને મળેલ બાતમી હકીકત આધારે વારાહી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures