પાટણ : PTN News દ્વારા કરાયો ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ

પાટણ શહેરમાં (Patan City) દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર (Illegal) બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના (Municipality) સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.

(૧) રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કરેલ કોમર્શિયલ બાંધકામ
(ર) ૭૦ થી ૮૦ ટકા ગેરકાયદેસર કામગીરી પુર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નહીં.
(૩) તંત્રની બેદરકારી કે બિલ્ડરની?
(૪) કોની રહેમનજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી?
(પ) પીટીએન ન્યુઝ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ
(૬) પાટણના હાર્દસમા વિસ્તારમાં થઈ રહેલ છે તોતીંગ ગેરકાયદેસર બાંધકામ..
(૭) સરકારી નીતિ–નિયમોની સરેઆમ ઠેકડી ઉડાવતાં અમુક લાલચી તત્વો.

(૮) પાટણ શહેરમાં ઠેર–ઠેર ઉભા કરાયેલ આવા ગેરકાયદેસર બાંધકામોની થવી જોઈએ નિષ્પક્ષ તપાસ
(૯) પાટણ શહેરમાં મુખ્ય વિસ્તારમાં બે કોમ્પ્લેક્ષનું ગેરકાયદેસર બાંધકામ આવ્યું સામે
(૧૦) શું નગરપાલિકા તંત્ર લેશે આ અંગે કડક પગલા..?
(૧૧) પીટીએન ન્યુઝ દ્વારા નગરપાલિકા તંત્રને ધ્યાને લાવતાં ચીફ ઓફિસરે કડક કાર્યવાહી કરવાની આપી ખાતરી

આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો (Citizens) દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર (Collector) દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાટણ શહેરનાં જલારામ મંદિર (Jalaram Temple) ચોક પાસે અને જૂના ઈન્ડીયન રેડક્રોસની સામે રેસીડેન્સીયલ (Residential) બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કોમર્શિયલ (Commercial) બાંધકામની ૭૦ થી ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકાના સત્તાધીશો અજાણ ન હોવા છતાં પણ તેઓ મૌન સેવી રહયા છે તો કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી? તેવા શહેરમાં પ્રશ્નો પણ ચર્ચાઈ રહયા છે.

પાટણ શહેરના જલારામ મંદિર ચોક પાસે તાજેતરમાં એક બિલ્ડીંગનું બાંધકામ થઈ રહયું છે જેની જિલ્લા કલેકટર દ્વારા ઉદ્યોગ અર્થે જગ્યા ફાળવાઈ હોવાનું જાણવા મળેલ છે અને બિલ્ડર દ્વારા નગરપાલિકામાં ઓનલાઈન રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી લીધેલ છે પરંતુ બાંધકામ જોતાં કોમર્શિયલ કોમ્પલેક્ષ ઉભુ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. અગાઉ પણ આ ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત રજૂઆતો થયેલ છે છતાં પણ તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહયા હોવાનું જાણવા મળી રહયું છે.

ઉદ્યોગ એકમ માટે ફાળવાયેલ આ જગ્યા કોઈ વેચાણ ન કરવાની શરતે જે-તે સમયના જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ છે. તેમછતાં કોમર્શિયલ બાંધકામ કરીને સરકારની નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું દૃશ્યમાન થઈ રહયું છે. બાંધકામ અંગેની ઓનલાઈન રેસીડેન્સીયલ મંજૂરી લીધા બાદ નગરપાલિકાના સર્વેયર તેમજ ચીફ ઓફિસર દ્વારા મંજૂરી આપ્યા મુજબનું બાંધકામ થઈ રહયું છે કે નહીં તેની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી તેઓની હોવા છતાં તેઓ આજે પોતાની જવાબદારીમાંથી વિમુકત જોવા મળ્યા હતા. અને આવા અનઅધિકૃત બાંધકામ કરતાં બિલ્ડરોને પ્રોત્સાહન આપતા હોય તેવું પણ સ્પષ્ટ પણે ફલિત થતું જોવા મળી રહયું છે.

પીટીએન ન્યુઝ (PTN News) દ્વારા આ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરતાં પીટીએનની ટીમે ચીફ ઓફિસરની રુબરુ મુલાકાત લીધી હતી અને અનઅધિકૃત થઈ રહેલા બાંધકામ અંગે તેઓને અવગત કાર્ય હતા….

પાટણ શહેરનાં જૂનાગંજ બજારથી સુભાષચોક જવાના માર્ગ પર જૂના રેડક્રોસ ભવનની સામે આવેલ ઉંચીશેરીના પ્રવેશદ્વાર પર જ કોમર્શિયલ બાંધકામ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. પીટીએન ન્યુઝની (PTN News) ટીમે આ અંગે ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે આ બાંધકામની મંજૂરી રહેણાંક મકાનના હેતુથી માંગેલી છે જે પરવાનગીમાં આજે તેનું સ્ટ્રકચર જોતાં ભવિષ્યમાં કોમર્શિયલ હેતુ માટે બિલ્ડીંગ બનાવવામાં આવી રહયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહયું છે. તો આ અનઅધિકૃત બાંધકામ કોની મહેરબાની તળે થઈ રહયું છે તે ચર્ચાસ્પદ બન્યું છે.

પીટીએન ન્યૂઝની (PTN News) ટીમે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે પુછતાં તેઓએ તેના માલિકને નોટીસ પાઠવવામાં આવી હતી અને જે તે લાયસન્સ ધારી એન્જીનીયરને રુબરુ સાંભળવાની તક પણ આપી હોવાનું જણાવી એન્જીનીયરનો સ્થળ ચકાસણીનો રીપોર્ટ મેળવી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

પીટીએન ન્યુઝ દ્વારા આ અનઅધિકૃત કરવામાં આવેલા બાંધકામોને લઈ તે અંગે કેટલા દિવસમાં કાર્યવાહી કરવામાં આવવાનું પુછતાં ચીફ ઓફિસરે (Chief officer) પંદર દિવસમાં તેઓની વિરુધ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જે અંગે લાયસન્સ ધારી એન્જીનીયરનો (Engineer) રીપોર્ટ મંગાવી તરત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને લાયસન્સ ધારી એન્જીનીયરે જે નકશા રજૂ કર્યા છે તે પ્રમાણેનું બાંધકામ કરવાની જવાબદારી તેની હોવા છતાં નગરપાલિકાને ગેરમાર્ગે દોરી લાયસન્સ ધારી એન્જીનીયરને રહેણાંક મકાનની પરવાનગી માંગ્યા બાદ પણ આજે તેમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહયું છે.

અને બી.યુ. (BU) પરમીશનનો ખાસ આગ્રહ રાખવામાં આવી રહયો છે અને જો બી.યુ. પરમશીન નહીં હોય તો બાંધકામ માટેનો ઉપયોગ પણ જે તે બિલ્ડર નહીં કરી શકવાની ખાતરી આપી હતી અને જરુર પડશે તો ટાઉન પ્લાનીંગ સમિતિમાં આ સમગ્ર પ્રકરણ રજૂ કરી સ્થળ પરની પરિસ્થિતિ વાકેફ કરી નિર્ણય કરવામાં આવવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું.

આમ, પીટીએન ન્યુઝ દ્વારા પાટણ શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરી પાલિકા તંત્રને ઉંઘતુ ઝડપ્યું હતું અને સરકારી નીતિ નિયમોને નેવે મૂકી લાલચી બિલ્ડરો પોતાના સ્વાર્થ ખાતર સરકારને કરોડો રુપિયાની ખોટ કરી રહયા હોવાનું પણ પીટીએન ન્યુઝે પર્દાફાશ કરતાં ચીફ ઓફિસરે આગામી સમયમાં તેઓની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ પીટીએન ન્યુઝને આપી હતી.

પાટણ શહેરમાં થઈ રહેલા ઠેરઠેર અનઅધિકૃત બાંધકામોને અટકાવી આવા લાલચી ઈસમો સામે લાલઆંખ કરી કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાટણ : વિધાર્થીઓને ન.મો. ટેબ્લેટ આપવા કરાઈ રજૂઆત

રાજય સરકાર દ્વારા તમામ વિધાર્થીઓ કે જે કોલેજના વર્ષમાં પ્રવેશ મેળવે છે તે તમામ વિધાર્થીઓને ટેબ્લેટ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજય સરકારની નમો ટેબ્લેટ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિધાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થવા જોઈએ અને થયા પણ છે તેનાથી છાત્ર યુવા સંઘષ સમિતિ વાકેફ છે પરંતુ વર્ષ ર૦૧૯-ર૦માં જે વિધાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમને એક હજાર રુપિયા ડિપોઝીટ ભરી હતી તેવા અનેક વિધાર્થીઓને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં

ટેબ્લેટ મળ્યા નથી અને આ અંગે અગાઉ તા.૧૯-૩-ર૦ર૧ના રોજ પણ રજૂઆત કરી હતી પણ તે અંગે યુનિવર્સીટીએ કોઈ હકારાત્મક નિર્ણય લીધો નથી. ઘણા વિધાર્થીઓનું એમ પણ કહેવું છેકે અમને આ અંગે કોલેજ પ્રશાસનને પુછવામાં આવતા તેમનું કહેવું છે કે અમને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી તેના કારણે અમે આપને ટેબ્લેટ આપી શકતા નથી.

જો ટેબ્લેટ પ્રાપ્ત નથી થયા અને વિધાર્થીઓ ટેબ્લેટ મેળવવા પ્રાપ્ત નથી તો છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં હજુ સુધી વિધાર્થીઓને તેમના રુપિયા પરત કરવામાં આવ્યા નથી. વિધાર્થીઓના આશરે એક કરોડ રુપિયા સરકાર પાસે છે તેનું વ્યાજ પણ સરકાર પાસે છે તો તે તમામ વળતર વિધાર્થીઓને વ્યાજ સહિત પરત કરવામાં આવે અથવા તો તેમને નમો ટેબ્લેટ યોજના હેઠળ ટેબ્લેટ આપવામાં આવે અને આ અંગે વહેલામાં વહેલી તકે યુનિવર્સીટી દ્વારા કોઈ ચોકકસ નિર્ણય વિધાર્થી સમક્ષા મૂકવામાં આવે

અને આ માટે છાત્ર યુવા સંઘષ સમિતિ પાટણ જિલ્લા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો બે દિવસની અંદર યુનિવર્સીટી દ્વારા કોઈ નિર્ણય વિધાર્થીઓને આપવામાં નહી આવે તો સીવાયએસએસ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

પાટણ : મીનળપાર્ક સોસાયટીના યુવાનોએ સ્વચ્છતા સાથે કર્યું વૃક્ષાારોપણ

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મીનળ પાર્ક સોસાયટીના યુવાનો દ્વારા સ્વચ્છ પાટણ હરિયાળું પાટણ અભિયાન અંતર્ગત પોતાની સોસાયટીના કોમન પ્લોટ ની સ્વચ્છતા અભિયાન કામગીરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ રવિવાર ના રજા ના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો.

સોસાયટીના યુવાનોએ રવિવારની રજામાં મોજ મસ્તી કરવાની જગ્યાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજીત કરી અન્ય સોસાયટીના નવયુવાનોને પણ સોસાયટીના કોમન પ્લોટ ને સ્વચ્છ રાખવા માટે અને કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરી સ્વચ્છ પાટણ હરિયાણા પાટણ ની ભાવનાને ચરિતાર્થ કરવા પ્રેરણા પુરી પાડી હતી.

સાંતલપુર : રોઝુ નજીક યુવકની કરાઈ ઘાતકી હત્યાર

સાંતલપુર ખાતે રહેતા ઠાકોર કોળી કમલેશભાઈ ધરમશીભાઈ (ઉ.વ. રપ) ગત રપ જૂને સાંજે ૬ વાગ્યે તેના ઘરે હતો ત્યારે તેના ઉપર ફોન આવતા તે ઘરેથી નીકળી બહાર ગયો હતો.

રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરાતાં ભાળ ન મળતાં બીજા દિવસે તેના ભાઈ લક્ષ્મણભાઈ દ્વારા સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. જ્યાં યુવકનું અપહરણ કરનાર કચ્છ જિલ્લાના આડેસરના લતીફઆમદ રાઉમા અને ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા દ્વારા અપહરણ કરી હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

ત્યારબાદ હત્યારો લતીફઆમદ રાઉમા આડેસર પોલીસ સ્ટેશન હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. આ બાબતની જાણ આડેસર પોલીસ દ્વારા સાંતલપુર પી.એસ.આઈને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.

સાંતલપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઠાકોર કમલેશભાઈને આડેસરના લતીફ આમદ રાઉમાની સગાઈ થયેલ છોકરી સાથે પ્રેમ સબંધ હોઈ લતીફઆમદ રાઉમા અને ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા દ્વારા અપહરણ કરી હત્યા કરાઈ છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

પાટણ : શ્રીદેવ કોમ્પ્લેક્ષ ખાતે ભોજન પ્રસાદ સેવાનો કરાયો પ્રારંભ

પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે ભૂખ્યા જનો ને ભોજન મળી રહે તેવા શુભ હેતુથી શ્રી બડા ગણેશ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન પાટણ દ્વારા ગત રવિવાર સંકટ ચતુથી ના પવિત્ર દિવસથી શહેરના

શ્રી દેવ કોમ્પ્લેકક્ષ ખાતે સાંજના સમયે ભૂખ્યા જનો ને ભોજન પ્રસાદ માટેની નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે દર રવિવારે ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી આ ભોજન પ્રસાદની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર હોવાનું શ્રી બડા ગણેશ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન ના સભ્યોએ જણાવ્યું હતું.

સંકટ ચતુથી ના પવિત્ર દિવસથી શ્રી દેવ કોમ્પ્લેકક્ષ ખાતે રવિવારે આયોજિત કરાયેલા આ ભોજન પ્રસાદનો લાભ પાટણ શહેરની તમામ જનતાએ ની સંકોચે લાભ લઇ ફાઉન્ડેશનની પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

ચાણસ્મા : ધીણોજ ખાતે વડીલોના સન્માનની સાથે કરાયું વૃક્ષાારોપણ

પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે આવેલ માધવ ડેરી ફાર્મમાં સ્નેહમિલન કાર્યક્રમમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું.તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં વડ, પીપળો, જાબુડો, બોરસલી, લીમડો તથા વિવિધ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી વિનયસિંહ ઝાલા, સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે આજે વડીલોનું સન્માન કરતાં ઘણો આનંદ થયો છે અને એમની પાસેથી કઈ શીખવા મળે એ માટે એમના આશીર્વાદ લેવા આવ્યો છું.વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરીને આપણે હાલની કોરોના ની પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ અને ઓકિ્સજન વધારે મળે એના માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે.

ચાણસ્મા તાલુકાના ભાજપ મંત્રી મહેશભાઈ ચૌધરી એવી માંગણી કરી હતી કે ધિણોજ ખાતે પી. એસ. સી. સેન્ટર છે તેને સી.એસ.સી માં રૂપોંતર કરો અને અહીંયા ઓકિસજન પ્લાન્ટ કરાવો.

તેના જવાબમાં જણાવ્યું હતું કે અમો આ કાર્ય તાત્કાલિક સરકારના ધ્યાને લાવીશું અને જેમ બને તેમ ઝડપથી ધિણોજ પી. એસ. સી. સેન્ટર ને સી. એસ.સી સેન્ટરમાં રૂપોંતર કરીને ઓકિ્સજન પ્લાન્ટ લગાવવા માટેની કોશિશ કરીશું.

વિનયસિંહ ઝાલા જણાવ્યું હતું કે આજના સ્નેહમિલન વૃક્ષારોપણ અને મન કી બાતના કાર્યક્રમમાં મહેમાનોએ આવીને જે વાત કરી અને હાલના તબક્કે કોરોના મહામારી સામે જે જે પગલા ભરવાની જરૂર છે અને જે પગલાં સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે તેને બિરદાવ્યા હતા. વેકિ્સનેશન ને પણ પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી.

પાટણ : ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો લોકસંવાદ કાર્યક્રમ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલેપાટણ માર્કેટયાર્ડ હોલ ખાતે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઆે સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઆેને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ જો કાર્યકતાઁઆેનું અપમાન કરશે

તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. કારણ કે ચૂંટાયેલ પ્રતિનિધિ પણ કાર્યકતાઁ જ હતો. ચૂંટાયા પછી બાકીના લોકોને સાંભળવા અને નાના મોટા કામ માટે આવે તો પ્રાથમિકતા આપવી જોઈએ તેવી શીખામણ આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં દરેક જગ્યાએ બુથમાં કમિટી ન બની હોય તો અઠવાડિયામાં બનાવી દેવા માટે સુચના આપી હતી. સુકન્યા સહિતની સરકારની યોજનાઆે લોકો સુધી પહોંચાડવા વૃક્ષારોપણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપના એક કાર્યકર આપમાં જોડાવવા અંગે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકતાઁ આપમાં ક્યારે જઇ શકે નહી. ભાજપ પાસે ૧.૧૪ કરોડ જેટલા કાર્યકતાઁઆે છે આપ વાળા એકાદ કાર્યકતાઁને ઉભો કરી પ્રચાર કરે છે એકાદ કાર્યકતાઁના કારણે ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ કેજરીવાલને જૂઠું બોલવાની ટેવ હોવાના પણ આક્ષોપો કર્યા હતા.

પાટણ : મલ્ટી સ્પેશ્યાલીસ્ટ સબરીમાલા હોસ્પિટલ લોકાર્પણ

ઉત્તર ગુજરાતમાં મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં એમ.કે. ગ્રૂપ દ્વારા નિમિત્ત સબરીમાલા હોસ્પિટલનું રવિવારનાં રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રીબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સી.આર.પાટીલે ઉદઘાટન કર્યા બાદ અદ્યતન મેડીકલ સેવાઓ સાથે નિર્માણ પામેલ સબરીમાલા હોસ્પિટલના વિવિધ વિભાગો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. હોસ્પિટલના આયોજક મુકેશભાઈ કે. પટેલે સમગ્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને માહિતગાર કરવામાં આવ્યા હતા. માતરવાડી ખાતે આવેલ એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે હાજરી આપી હતી અને મુકેશભાઈ પટેલને તેમના નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ બનવાથી અહીંના લોકોને આરોગ્યની સેવાઓ લવા બહાર જવું નહીં પડે અને તેઓને ઘરઆંગણે જ આરોગ્યની સેવાઓ મળી રહેવાનું જણાવી વધુમાં સબરીમાલા હોસ્પિટલ ખાતે આવનાર દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને સારી ભાવનાથી જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

સબરીમાલાના ઉદઘાટન પ્રસંગે સબરીમાલા હોસ્પિટલના ચેરમેન મુકેશભાઈ પટેલે તેમને સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યકત કરી પાટણ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની તાતી જરુરીયાત હોઈ તેઓ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તેવા શુભ આશયથી આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, પુર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી અને પુર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બીબો, પ્રબુદ્ઘ નગરજનો અને મોટી સંખ્યામાં એમ.કે.શૈક્ષણિક સંકુલના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મુકેશભાઈ પટેલને નવી સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યોહતો.

પાટણ : અનાવાડા રોડ પર અકસ્માતનો લાઈવ વીડિયો આવ્યો સામે.

Patan પાટણના અનાવાડા રોડ પર થયેલા એક અકસ્માતના (Accident) સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બે મિત્રો રોડની કિનારીએ ચાલીને જઇ રહ્યાં હતા એ જ સમયે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે અને જોત જોતામાં એક કાર આ બન્નો રાહદારીઓને ઉડાવી દે છે.

કારે (Car) ઉડાવતા બન્નો રાહદારીઓને ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ઉભો રહીને તેને હોસ્પિટલ પહોંચાડવાના બદલે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી કારચાલકને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

પાટણ અનાવાડા રોડ ઉપર આવેલી અન્નાપુણા સોસાયટીમાં રહેતા રાયચંદ મોહનભાઈ પટેલ અને તેમનો મિત્ર દિલીપસિંહ ધીરુભાઝાલા રાત્રીના સમયે ચાલવા નીકળતા એક અજાણ્યો કાર ચાલક પાટણ તરફ થી બેફામ કાર હંકારી અનાવાડા તરફ જતો હતો અને તેણે રાયચંદ પટેલ અને દિલીપસિંહને કારની ટક્કર મારી હતી જેથી દિલીપસિંહ ઝાલા ફંગોળાઈને રોડ ઉપર પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે રાયચંદ પટેલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

Raichand Mohanbhai Patel and his friend Dilipsinh Dhirubhazala, a resident of Annapuna Society on Anavada Road, Patan, were on their way to Anavada at night when an unidentified car driver drove headlong towards Anavada and hit Raichand Patel and Dilipsinh on the road. He was seriously injured in the crash. Who were moved for immediate treatment. In this case, Raichand Patel had lodged a complaint against an unidentified car driver.

પાટણ : જિલ્લા પ્રભારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની મળી બેઠક

સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના પ્રભારી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આયોજીત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોના ૮૭૦.૭પ લાખ અને શહેરી વિસ્તારના ૧ર૭.૬૯ લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

વર્ષ ર૦ર૧-રર માટે ગ્રામ્ય રસ્તા, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણલક્ષી સુધારણા, ભૂમિ સંરક્ષણ તથા સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂા.૮૭૦.૭પ લાખના પપ૮ કામો તથા શહેરી વિસ્તારો માટે રૂ.૧ર૭.૬૯ લાખના ૧૭ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

મંજૂર થયેલા વિકાસકાર્યને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરતાં જિલ્લા પ્રભારી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, તાલુકા કક્ષાએથી માર્ગદર્શિકા પ્રમાણે વિકાસ કર્યો ની સત્વરે દરખાસ્ત કરવામાં આવે તથા પ્રોત્સાહક યોજનાઆેમાં પૂરતા પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે. ચોમાસાની ઋતુમાં નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધરવા સુચન કર્યું હતું.

વધુમાં મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધારે હતું. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સુચારૂ ઢબે આરોગ્યલક્ષી સેવાઆે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નિષ્ણાંતોના મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે.

અત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. જનપ્રતિનિધિઆેના સહયોગથી જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. જેથી ત્રીજી લહેરમાં લોકો સુરક્ષિત થાય. શ્રી આહીરે કોરોના જેવી મહામારીમાં લોકસેવા કરવાની મળેલી તકનો ઉત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures