પાટણ : યુનિવર્સીટીની પરીક્ષાઓ વહેલા યોજવા કરાયો નિર્ણય.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (HNGU) પાટણ દવારા કેટલીક પરીક્ષાાઓ તેના નિયત કાર્યક્રમ કરતા વહેલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સીટી (HNGU) દવારા આગામી ૧પ જુલાઈથી લેવાનાર પરીક્ષાાના ટાઈમ ટેબલમાં સુધારો કરીને આ પરીક્ષાાઓ હવે જૂન મહિનાના અંતિમ તબકકામાં લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સીટીના (HNGU) પરીક્ષાા નિયામકે એક મુલાકાતમાં આ અંગે જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાાની સેમેસ્ટર-૬ અને અનુસ્નાતકની સેમેસ્ટર-૪ ની પરીક્ષાાઓ વહેલી લેવા નકકી કરાયું છે.જે પરીક્ષાાઓ તારીખ ૧પ-૭-ર૦ર૧ થી શરુ થનાર હતી તે પરીક્ષાાઓ હવે તારીખ ર૮-૬-ર૦ર૧ થી લેવા નિર્ણય કરાયો હતો.

કુલપતિ દવારા યુનિવર્સીટીના કારોબારી સભ્યો તેમજ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઉપરોકત પરીક્ષાાઓ વહેલી યોજવા નિર્ણય કરાયો હોવાનું પરીક્ષાા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું. યુનિવર્સીટી વિસ્તારના વિદ્યાર્થીઓ તેમની કારકીર્તિમાં આગળ વધવા મોડા ન પડે તે હેતુથી આ ઓનલાઈન પરીક્ષાા વહેલી લેવા નકકી કરાયું હોવાનું જણાવ્યું હતું.

પાટણ : કોરોના કેસો ઘટતા લોકોને જાગૃતિ રાખવા પ્રાંત દ્વારા અધિકારી દ્વારા અપીલ.

કોરોના વાયરસની મહામારીને લઈને પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના આદેશ અનુસાર રાત્રી ફરફ્યુમાં રાત્રીના ૦૯:૦૦ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.

તેમ છતાં પાટણ શહેર સહિત જિલ્લામાં લોકો કોરોનાને હળવાશથી લેતા હોય તેમ જાહેર માર્ગો ઉપર સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા નથી અને માસ્ક પણ પહેરતા નથી.જેને લઈને પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરે દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે પાટણ જિૡામાં કોરોના વાયરસ મહામારીમાં હાલમાં પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ કેસને હળવાશથી ન લઈ લોકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તેવી અપીલ કરી હતી તો સાથે રાતે પાટણ શહેરમાં શરૂ કરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમમાં પણ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

જેમાં હવેથી સવારના ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે પ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રસીકરણ કાર્યક્રમ ચાલુ રહેશે તેવું પાટણ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.જેથી મોટી સંખ્યામાં લોકો રસીકરણનો લાભ લઇ શકે અને કોરોનાના સંક્રમણ સામે જંગ જીતી શકે તેવો અનુરોધ પાટણ પ્રાંત અધિકારી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

પાટણ : 3 ઘુડખર ના મૃત દેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું.

સાંતલપુર તાલુકામાં કચ્છના મોટા રણમાં રોઝુ ગામની હદ નજીક પાંચ દિવસ પહેલા મૃત્યુ પામેલા ઘુડખરના ત્રણ મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના પગલે વન વિભાગ દ્વારા ઘુડખરના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારોમાં સર્વે કરી વધુ ઘુડખરોના મોત થયા છે કે કેમ તે અંગે તાપસ હાથ ધરી હતી.

  • મઢુત્રા જંગલ વિસ્તાર ની હદ માંથી 3 ઘુડખર ગધેડા ના મૃત દેહ મળી આવેયા…..
  • ઘૂડ ખર ગધેડા ના મૃત દેહ ને લઈને પશુ પ્રેમીઓની તંત્ર સામે લાલ આંખ…..
  • હજારો હેક્ટર માં ઘુડખર અભિયારણ અને જંગલ વિસ્તાર ની ત્રીજીયા આવેલ છે…..
  • 3 ઘુડખર ગધેડા નું મૃત્યુ નું કારણ હજુ સુધી અંક બંધ…..

કચ્છના મોટા રણમાં જોવા મળતા ઘુડખરો વિશ્વમાં બીજે કયાંય જોવા મળતા નથી અને સરકાર દ્વારા પણ આ ઘુડખરોને શિડયુલ વનના પ્રાણીઓમાં સ્થાન આપ્યું છે અને આ વન્ય જીવો માટે અભ્યારણ વિસ્તાર આરક્ષિત રાખવામાં આવ્યો છે.

જેમાં ત્રણ ઘુડખરોના મોત થતા વન્ય પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને વન્યપ્રેમીઓ દ્વારા હજુ પણ વધુ ઘુડખરોના મોત થયા અંગેની જાણકારી મળતા વન વિભાગની ટીમ દ્વારા બે દિવસથી શોધખોળ હાથ ધરી હતી.

બનાસકાંઠા : સામાન્ય બાબતે યુવકની ચપ્પાનાં ઘા મારી કરાઇ હત્યા.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકા ના ચાંગા ગામ પાસે ચપ્પાના ઘા મારી એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે, જેમા બે દિવસ અગાઉ થયેલા ઝઘડા બાબતે ઠપકો આપવા મિત્ર સાથે ગયેલા મિત્ર ની કરપીણ હત્યા થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે ગઈકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલી માં એક યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી જો કે તે સમયે મામલો સ્થાનિક લોકો ના સમજાવટ થી મામલો થાળે પડી ગયો હતો પરંતુ ગઈકાલે મોડી સાંજે પિયુષ પરમાર તેના મિત્ર પ્રકાશ ઠાકોર સાથે અલ્પેશ ને ઠપકો આપવા માટે ગયા હતા જોકે તે સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરમાંથી છરી કઢી સમજવવા માટે આવેલા બંને યુવકો પર હુમલો કર્યો હતો.

હુમલામાં પ્રકાશ ઠાકોર ને ગાળાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પિયુષ ને ડાબી બાજુ પાંસળી પર ગંભીર ઇજા પહોંચી હતી, હત્યા કરી અલ્પેશ ત્યાંથી નાસી ગયો હતો, ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તેમજ થરા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પી એમ માટે તેમજ ઈજાગ્રસ્તો યુવકને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સમગ્ર ઘટના મામલે થરા પોલીસે ફરાર અલ્પેશ વિરમાભાઈ ચૌધરી સામે હત્યા નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પાટણ : યુનિવર્સીટીમાં લાખોના ખર્ચે તૈયાર થયેલ ઓકિસજન પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની બીજી લહેર માં અનેક લોકો કોરોના સંક્રમિત બનતાં જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો મા કોરોના દર્દીઓની સારવાર માટેની લાંબી કતારો જોવા મળી હતી તો કોરોના સંક્રમિત દર્દીઓને ઓકિ્સજન બોટલ મેળવવા પણ હાલાકી ભોગવવી પડી હતી.

જેના કારણે અનેક કોરોના સંક્રમિત દર્દીઓના ઓકિ્સજન ન મળવાના કારણે મોત પણ નિપજ્યા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતાં. ત્યારે આ મહામારી ના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓકિ્સજન મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા યુનિવર્સીટી કેમ્પસમાં ઓકિ્સજન પ્લાન્ટ કાર્યરત બનાવવા માટે કારોબારી સમિતિની બેઠક બોલાવી સર્વાનુમતે મંજૂર કરી ઓકિ્સજન પ્લાન્ટ ની કામગીરી વડોદરાની કંપનીને સોંપવામાં આવી હતી.

જે કંપની દ્વારા રાત દિવસ કામ કરીને સમય મર્યાદામાં યુનિવર્સીટી કેમ્પસમાં ઓકિ્સજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટરની મંજૂરી મળતા ઓકિ્સજન પ્લાન્ટ માં ઓકિ્સજન લિકિ્વડ ભરવા માટે તેર હજાર લિટરની કેપિસિટી વાળું ઓક્સીઝન લિકવીડ ભરેલ ટેન્કર મંગાવી ઓક્સીઝન પ્લાન્ટ માં ઠાલવવામાં આવ્યું હતું.

ત્યારે લોકો ને પણ આશા બંધાઈ હતી કે હવે કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓકિ્સજન સપ્લાય મળી રહેશે પરંતુ યુનિવર્સીટી કેમ્પસમાં અંદાજીત રૂપિયા ૯૦ લાખના ખર્ચે કાર્યરત બનાવાયેલા ઓકિ્સજન પ્લાન્ટ માંથી ઓક્સીઝન લીકવીડ સપ્લાઈ કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મંજુરી આજ દિન સુધી ન મળી હોય હાલમાં યુનિવર્સીટી કેમ્પસ ખાતે આરંભે શૂરાની જેમ કાર્યરત બનાવાયેલ ઓક્સીઝન પ્લાન્ટ શોભા નાં ગાંઠીયા સમાન બન્યો હોય તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે.

જો કે છેલ્લા ત્રણેક દિવસથી પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો માં ધટાડો જોવા મળી રહ્યો છે છતાં યુનિવર્સીટી નાં સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે યુનિવર્સીટી કેમ્પસમાં કાર્યરત કરવામાં આવેલ ઓક્સીઝન પ્લાન્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મંજુરી મેળવી શરૂ કરવામાં આવે નહીં તો અંદાજીત રૂપિયા ૯૦ લાખનો ઓક્સીઝન પ્લાન્ટ પાછળ કરાયેલ ખર્ચ નિરર્થક નિવડવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આમ ફૂડ એન્ડ ડ્રગ્સની યુનિવર્સીટી કેમ્પસના ઓકિસજન પ્લાન્ટની આજદીન સુધી મંજૂરી ના મળતા આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહયો છે.

ઑનલાઈન શિક્ષણના પડકારોની વચ્ચે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપરાંત મૂલ્યો પણ શિખવવાના છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી

અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ૫૮ ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરતા જિલ્લા કલેક્ટર વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. પાટણ જિલ્લા સેવા સદન … Read more

પાટણ : સંખારી ગામેથી દેવીપૂજક ઈસમની મળી આવી લાશ.

પાટણ શહેરના વોર્ડ નં.૯માં આવેલા રાધનપુરીવાસમાં રહેતાં પટણી વેલજીભાઈ વાલજીભાઈ અને તેઓના પત્ની શાકભાજીનો ધંધો કરવા સંખારી ગામે જતા હતા.

ત્યારે ર૮મી મેના રોજ પણ બંને પતિ-પત્ની સંખારી ગામે શાકભાજી વેચવા ગયા હતા ત્યારે બપોરના સુમારે પટણી વેલજીભાઈને તેમની ધર્મપત્નીએ ઘરે જવાનું કહેતાં તેઓ સંખારી ગામેથી નિકળી ગયા હતા અને રાત્રે વેલજીભાઈની પત્ની શાકભાજી વેચીને પોતાના નિવાસ સ્થાને આવતાં તેઓના પતિ ઘરે આવ્યા ન હતા.

આમ પટણી વેલજીભાઈ ર૮મી મેના રોજથી ગુમ થઈ ગયા હતા તેની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન આજરોજ સંખારી ગામે આવેલા એક અવાવરુ જગ્યાએથી તેઓની મૃત હાલતમાં લાશ મળી આવી હતી.

જેથી વોર્ડ નં.૯ના નગરસેવક દેવચંદભાઈ પટેલ સાચા અર્થમાં નગરસેવક બનીને પોતાના વોર્ડ વિસ્તારના લોકો સાથે સંખારી ગામે ઘટનાસ્થળે જઈ લાશનું પંચનામુ કર્યા બાદ તેઓની લાશને પીએમ અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ થઈ ગયા સુધી તેઓ હાજર રહીને તમામ વહીવટી પ્રકિ્રયા પૂર્ણ કરાવતાં દેવીપૂજક સમાજમાં તેઓની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

આ ઘટના સંદર્ભે દેવચંદભાઈ પટેલે ર૮મી મેના રોજથી ગુમ થયેલા પટણી વેલજીભાઈની મૃત હાલતમાં લાશ સંખારી ગામેથી મળી આવતાં તેને પીએમ અર્થે પાટણ સિવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પાટણ : વેરો ના ભરતા ૩૦ જેટલા મિલકત ધારકોના કાપી નંખાયા નળ કનેકશન.

પાટણ નગરપાલિકાના (Patan Nagar Palika) વેરા શાખા દ્વારા શહેરના બાકી વેરા મિલકત ધારકો પોતાના વેરા ભરપાઈ કરે અને નગરપાલિકા આરથિક રીતે સમૃદ્ઘ બને તેવા ઉદ્દેશથી વેરા શાખા દ્વારા બે ટીમો બનાવીને બાકી મિલકતધારકોને પોતાના વેરા ભરપાઈ કરવા સૂચિત કરવામાં આવી રહ્યા છે.

તો બાકી વેરા મિલકત ધારકો ને સૂચિત કર્યાં બાદ પણ તેઓ દ્વારા પોતાની બાકી વેરા પેટે ની રકમ પાટણ નગરપાલિકા ના વેરા શાખા માં ભરપાઈ નહીં કરતા ૩૦ જેટલા બાકી વેરા મિલકતધારકોના નળ કનેકશન કાપી તાત્કાલિક ધોરણે પોતાની વેરા પેટેની બાકી રકમ ભરપાઈ કરવા સુચિત કરી વેરાની રકમ ભરપાઈ થયે તેઓના નળ કનેકશન ચાલુ કરાશે તેવી સૂચના આપવામાં આવી હોવાનું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પાલિકાની વેરા શાખા દ્વારા અંદાજીત રૂ.૩૦ કરોડ થી વધુ ની બાકી વેરા પેટે ની રકમ વસુલવા બાકી વેરા મિલકતધારકો સામે હાથ ધરવામાં આવેલ કડક ઝુંબેશને લઈને બાકી વેરા મિલકતધારકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તો કેટલાક બાકી વેરા મિલકતધારકો વેરા શાખા ની ઝૂંબેશ ને લઈને પોતાના બાકી વેરા ભરપાઈ કરવા પાલિકા ની વેરા શાખા માં દોડી આવ્યા હતા.

પાટણ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સમૃદ્ઘ બને અને નગરપાલિકાના બાકી વેરા મિલકત ધારકો પોતાની વર્ષો જૂની ચડેલી વેરા પેટે ની બાકી રકમ તાત્કાલિક ધોરણે નગર નગરપાલિકાના વેરા શાખા માં ભરપાઈ કરે તેવા ઉદ્દેશથી છેૡા એક સપ્તાહથી વેરા શાખા દ્વારા બે અલગ અલગ ટીમો બનાવી બાકી વેરા મિલકતધારકોને પોતાના બાકી વેરા ભરપાઈ કરવા સૂચિત કરવામાં આવી રહ્યા છે.

તો સુચિત કરવામાં આવેલા બાકી વેરા મિલકત ધારકો દ્વારા પોતાની બાકી વેરાની રકમ પાલિકાના વેરા શાખા માં ભરપાઈ નહીં કરતા ૩૦ જેટલા મિલકતધારકો નાં નળ કનેકશન કાપવામાં આવ્યા હોય અન્ય બાકી વેરા મિલકતધારકો પણ પોતાના બાકી વેરા ભરપાઈ નહીં કરે તો તેઓના પણ નળ કનેકશન ટુંક સમયમાં કપી બાકી વેરા વસુલાતની ઝુંબેશ સધન બનાવવામાં આવનાર હોવાનું પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવી વધુમાં દશ હજારથી વધુ મિલ્કત ધારકોના બાકી નિકળતાં વેરાની આવક વસુલવા નળ કનેકશન કાપવા સહિત મિલ્કતો સીઝ કરવા અને જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી પાલિકા દવારા કરવામાં આવનાર હોવાથી આવા મિલ્કત ધારકો પોતાનો બાકી વેરો તાત્કાલિક અસરથી ભરી જવા અપીલ કરી હતી.

પાટણ : LLMના વિદ્યાર્થીઓની દ્રિતીય સત્રની ફી માફ કરવા રજૂઆત.

સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહયું છે ત્યારે ગુજરાત પણ કોરોનાની મહામારીથી બાકાત રહયું નથી તેવા સમયમાં દરેક લોકોના ધંધા રોજગાર ઘણા સમયથી બંધ હોવાથી લોકોને આર્થિક નુકશાનનો સામનો કરવો પડી રહયો છે.

હજુપણ તેની અસર આવનારા ઘણા સમય સુધી અકબંધ રહેવાની છે ત્યારે કોરોનાના કપરા કાળમાં એલ.એલ.એમ.ના વિધાર્થીઓની દિવતીય સત્રની કોલેજ ફી માફ કરવા આજરોજ યુનિવર્સીટીના ના કુલપતિને આવેદપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોલેજનું શૈક્ષાણિક કાર્ય બંધ હોવાથી કોલેજને આવતું લાઈટબીલ- ટ્રાન્સપોટેશન ખર્ચ- મેન્ટેનન્સ ખર્ચ સહિત બીજા અન્ય ખર્ચાઓની જે તે સંસ્થાઓને બચત થવા પામી છે ત્યારે વિધાર્થીઓની દિવતીય સત્રની ફી સેવાભાવથી માફ કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આવેદનપત્ર આપવા આવેલા એલએલએમના વિધાર્થીઓએ દિવતીય સત્રની કોલેજ ફી માફ કરવા યુનિવર્સીટી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

પાટણ : ચાણસ્મા રેલવે સ્ટેશનની હાલત બની બિસ્માર.

લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે રણુંજથી ચાણસ્મા તથા બેચરાજી ની રેલ્વે લાઇન ને બ્રોડ ગેજ માં રૂપાંતર કરવાનુ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

પરંતુ ચૂંટણી પતી ગઈ અને કામ કરવાની વાત અધ્ધર ચડાવી દેવામાં આવી હતી. હાલની પરિસ્થિતિ જોતા રેલ્વે સ્ટેશન ની ઓફીસમાં કોઈ સાધન પણ નથી.

ઓફીસના બારણાં તૂટી ગયા છે બાવળોના ઝાડ ઉગી ગયા છે-આ ટ્રેન ચાલુ હોયતો પ્રજા ફક્ત નજીવા ભાડે આ મોઘવારીના સમયમાં રાહત અનુભવતી હોય અને અમદાવાદ પોહોંચી શકતી હોત.

બ્રોડ ગેજ નું કામ થતું નથી તથા આ વિસ્તારની પ્રજા સાથે અન્યાય થઇ રહ્યો હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શું આ વિસ્તારના ધારાસભ્ય તથા આ વિસ્તારના સંસદ સભ્ય આ રણુંજ થી ચાણસ્મા તથા બેચરાજી સુધી ની બ્રોડ ગેજ નું કામ પૂર્ણ કરાવશે ખરા? એવું આ વિસ્તારની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures