- મુદ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ
- ‘અદાણી પાસેથી જમીન પાછી લો’ : હાઈકોર્ટ
- સરકારે જ જમીન પરત લેવાની દરખાસ્તને મંજૂરી આપેલી છે
- જમીન ફાળવાયા બાદ ગોચરની જમીનની અછતની દલીલ
ગુજરાત હાઈકોર્ટે મુંદ્રા તાલુકાના નવીનાલ ગામમાં ગોચર જમીનની ફાળવણી અંગે 13 વર્ષ જૂના વિવાદ અંગે રાજ્ય સરકારને નિર્દેશો જારી કર્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ પાસેથી જમીન પરત લઇ પોતાના ઠરાવનો અમલ કરવા કહ્યું છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને કચ્છના જિલ્લા કલેક્ટર મનોજ કુમાર દાસે શુક્રવારે સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે 4 જુલાઈ, 2024 ના રોજ રાજ્ય સરકારે એપીએસઈઝેડ લિમિટેડ પાસેથી નવીનાલ ગામ માટે ચરાઈની જમીન પરત લેવાની દરખાસ્તને મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સોગંદનામા જોયા બાદ રાજ્ય સરકારને પોતાના ઠરાવને ઝડપથી અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ અમલીકરણની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે કાર્યવાહી 26 જુલાઈ 2024 સુધી મુલતવી રાખી છે.