Afghanistan
અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાની આંતકીઓનો ખૂની ખેલ યથાવત છે. આતંકીઓએ ટીવીની મહિલા પત્રકાર મલાલા મેવંદની ગોળીઓ વરસાવીને હત્યા કરી દીધી છે. મલાલા મેવંદ ટીવીમાં ન્યૂઝ એન્કર હતી અ્ને તેમનો ટીવી શો અફઘાનિસ્તાનમાં લોકપ્રિય હતો.
ગુરુવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ સવારે તેમની કાર પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં મલાલા મેવંદ સાથે તેમના ડ્રાઈવરનુ પણ મોત થયુ છે.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
આ પત્રકારની હત્યાની જવાબદારી લેવાનો તાલિબાને ઈનકાર કર્યો છે. લોકોએ મલાલની મોત પર ખુશી વ્યક્ત કરી છે.અફઘાનિસ્તાન સ્થિતિ આંતરરાષ્ટ્રિય પ્રતિનિધિઓએ પણ આ ઘટનાને અભિવ્યક્તીની આઝાદી પરનો હુમલો ગણાવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ વારંવાર આ પ્રકારના હુમલા કરતા હોય છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.