• અમદાવાદ માં થોડા સમય પહેલા ભિક્ષા માંગવાના બહાને અનેક પરિવારને લૂંટી લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર આવા જ બાવાનો કિસ્સો સામે આવ્યો છે.
  • એક વૃદ્ધને રોડ પર રસ્તો પૂછવાના બહાને નાગા બાવા લિંગથી ગાડી ખેંચે છે અને તેમના દર્શન કરો કહીને તેમના દાગીના લૂંટીલીધા હતા. આ મામલે પીછો કરનાર વૃદ્ધ થાકી ગયા હતા. અને બાવા સાથેની ટોળકી પકડાઈ ન હતી. આખરે સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  • અમદાવાદના ચાંદખેડામાં રહેતા 71 વર્ષીય બળવંત ભાઈ ઠાકુર સવારે છાપું લેવા મોટેરા સ્ટેડિયમ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક જૂની કન્ડિશનની વાદળી કલરની ગાડી આવી હતી. ગાડીમાં એક ડ્રાઈવર અને કંડકટર સીટ પર એક નાગા બાવા બેઠા હતા.
  • ડ્રાઈવરે નાગાબાવાના આશ્રમનું સરનામું પૂછ્યું હતું. પણ બળવંત ભાઈને ખ્યાલ ન હોવાથી ત્રિમંદીરનું સરનામું પૂછ્યું હતું.
  • આ વ્યક્તિએ ગાડીમાં નાગા બાવા બેઠા છે. તે લિંગથી ગાડી ખેંચે છે. કરોડો લોકો એમના દર્શન કરે છે. તમે પણ ઈચ્છો તો દર્શન કરી લો. આટલું કહેતા જ બળવંત ભાઈ પણ દર્શન કરવા ગયા અને આ નાગા બાવાએ એક રૂપિયો માંગ્યો પણ એક રૂપિયો ન હોવાથી બળવંત ભાઈએ પાંચનો સિક્કો આપ્યો હતો. અને તે સિક્કાને હાથમાં લઇ પરત આપી તિજોરીમાં મુકવા સલાહ આપી હતી.
  • બળવંત ભાઈએ પહેરેલી વીંટી માંગી તે આ નાગા બાવાએ પહેરીને પાછી આપી અને સોનાની લક્કી લઈ લીધી હતી. બાદમાં ” પાછો ફરી જા ” એમ કહી આ 1.25 લાખની મત્તા લઈ ટોળકી ફરાર થઈ ગઈ હતી.
  • બળવંત ભાઈએ નજીકમાં ઉભેલા રીક્ષા ચાલકને પીછો કરવાનું કહેતા પીછો તો કર્યો પણ આ ટોળકી ફરાર થઇ ગઇ હતી.
  • આખરે સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આ ટોળકીને પકડવાની શરૂઆત કરી દીધી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024