Ambaji
રાજ્યમાં કોરોના કહેર હાજી પણ સતત વધતો જય રહ્યો છે. જેના કારણે યાત્રાધામ અંબાજી (Ambaji)માં ભાદરવી પૂનમનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અંબાજી મંદિર મેળાના 4 દિવસ પહેલાથી એટલે કે આજથી (24 ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી (Ambaji)માં કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી યોજાનાર ભાદરવી પૂનમનો મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. ઉપરાંત અંબાજી મંદિર 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ જુઓ : California ના જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આ વખતે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નોંધાયેલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા શ્રદ્ધાળુઓ ઘરબેઠા નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે.
આ પણ જુઓ : Indian Railway એ ચીનને આપ્યો વધુ એક આર્થિક ફટકો, જાણો વિગત
અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી.આ વિધિમાં તમામ સંઘોનુ સંચાલન કરતા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યાં હતા. આ
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.