China
ચીને (China) કોરોના મહામારીના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બીજિંગ સ્થિત ખાદ્ય પદાર્થોના સૌથી મોટા થોક બજાર શિનફાદી (Xinfadi Market)ને હાલ બંધ કરી દીધું છે. ચીનની કમ્યુનિસ્ટ સરકારે કોલ્ડ ચેન અને એક્વેટિક ઉત્પાદનના વેચાણ અને ભંડારને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધું છે. ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે.
ચીન સતત એવો દાવો કરી રહ્યું છે કે, આયાત પ્રોડક્ટ અને તેમના પેકેજિંગ પર અનેકવાર કોરોના વાયરસ મળી આવ્યો છે. તેને પગલે શિનફાદી માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત માર્કેટ સાથે જોડાયેલ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ : DyCM નીતિન પટેલની વિકેન્ડ કર્ફ્યૂ અંગે કરી જાહેરાત
ચીની મીડિયા અનુસાર, કિંગદાતાઓ અને તિયાનજિન શહેરોમાં હાલના મહિનાઓમાં સામે આવેલ સંક્રમણના કિસ્સાઓમાં મુખ્ય રૂપથી એવા લોકો સામેલ રહ્યા, જેઓ કોઈને કોઈ રૂપથી આયાત કરવામાં આવેલ ફ્રોઝન ફૂડની હેન્ડલિંગ સાથે જોડાયેલા હતા. સંક્રમણ ફેલાવાની આશંકાને જોતા ચીની અધિકારીઓએ શિનફાદી માર્કેટને સેનેટાઈઝ કરાવ્યું છે. તેમજ તમામ ઉત્પાદકોને નષ્ટ કરી દીધા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.