બોમ્બે હાઈકોર્ટે કંગનાની સંપત્તિ પર BMCની કાર્યવાહી પર સ્ટે મુક્યો

Bombay High Court
- Advertisement -

This browser does not support the video element.

Bombay High Court

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કંગના રનૌત (Kangana Ranaut)ની સંપત્તિ પર બીએમસીની કાર્યવાહી પર સ્ટે મુક્યો છે. કંગનાએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ બીએમસીએ કાર્યવાહી કરીને તેની ઓફિસમાં ખુબ તોડફોડ કરી નાખી. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની અંદર અને બહાર  હથોડા અને જેસીબીથી તોડફોડની કાર્યવાહી કરાઈ.

આ પણ જુઓ : Share Market : Route Mobile IPO આજથી ખુલશે, રોકાણકારો ખાસ જુઓ

કંગના રનૌતને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય સિક્યુરિટી કવર આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. એરપોર્ટ પર હાલ મોટી સંખ્યામાં સીઆઈએસએફના જવાનો હાજર છે.

એરપોર્ટ પર પહોંચેલા રામદાસ આઠવલેની પાર્ટીના લોકોનું કહેવું છે કે કંગનાને તેઓ સુરક્ષા આપવા આવ્યાં છે. પાર્ટીના નેતાએ દાવો કર્યો છે કે કંગનાએ રામદાસ આઠવલેને ફોન કર્યો હતો. અને સુરક્ષાની ગુહાર લગાવી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.