Central Government
કેન્દ્ર સરકારે (Central Government) ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોઈ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે મામલે હવે તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે.
આ આદેશ આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગૂ થશે. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોતા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પણ જુઓ : ઔડી કારે બાળકને કચડી નાખ્યો, હૃદય ધ્રુજાવી દે તેવા CCTV ફૂટેજ
ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ‘1જાન્યુઆરી, 2021થી તમામ વેરાયટીની ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે.’ જેથી આ આદેશ 1 જાન્યુઆરીથી લાગૂ થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.