Sputnik Five
રશિયા દ્વારા તૈયાર કરાયેલ કોરોના વેક્સિન સ્પુટનિક ફાઇવ (Sputnik Five) નો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો છે. આ રસીના ટ્રાન્સપોર્ટેશનમાં કોલ્ડ ચેન જળવાઇ રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
પાટનગર નવી દિલ્હીના અને હૈદરાબાદના એરપોર્ટ પર આ રસીના સ્ટોરેજ માટે ખાસ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયાં હતા. આ રસીના કન્ટેનર ને હાઇડ્રોલિક લિફ્ટની મદદથી વિમાનમાં મૂકાયા હતા અને એજ રીતે દિલ્હી તથા હૈદરાબાદ એરપોર્ટ પર ઊતારીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયાં હતાં. મોસ્કોથી આસમાની રંગના કન્ટેનરમાં આ રસી મોકલવામાં આવી હતી. મોસ્કોથી દિલ્હી સુધીના તમામ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સતત કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી.
આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી
આ રસીને બેથી આઠ ડિગ્રીના ટેમ્પરેચરમાં રાખવા ખાસ કન્ટેનર તૈયાર કરાયા હતા. એમાં રસીને ભર્યા બાદ કેન્ટેનરને સીલ કરી દેવાયા હતા. આ રસી ચોક્ક્સ ટેમ્પરેચર પર જ સરુક્ષિત રહે છે એટલે એ તાપમાન જળવાઇ રહે એ રીતે કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.