FRC એ આ સ્કૂલને ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવતા નોટિસ ફટકારી

પોસ્ટ કેવી લાગી?

FRC

  • એક તરફ કોરોના મહામારીના કારણે ઘણા પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, તો આવી કપરી પરિસ્થિતિમાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ પર ફી વધારાનું ભારણ નાંખી રહ્યાં છે.
  • તો કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધારની ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે.
  • અમદાવાદ શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી R.H.કાપડિયા સ્કૂલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
  • તે પગલે ફી રેગ્યુલેટરી કમિટિ (FRC) એ આ સ્કૂલને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. 
FRC
સેટેલાઈની R.H કાપડિયા સ્કૂલને નોટિસ આપવામાં આવી
  • અમદાવાદ જિલ્લા વાલી મંડળના પ્રમુખ આશિષ કંજારિયાએ R.H.કાપડિયા સ્કૂલ FRC એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી.
  • આમાં જણાવ્યું હતું કે, સેટેલાઈટની R.H.કાપડિયા સ્કૂલે વાલીઓ પાસે અલગ-અલગ હેડ નીચે ધો.1ની ફી પેટે રૂ. 68 હજાર ઉઘરાવી લીધા છે, પરંતુ FRC દ્વારા આ સ્કૂલની ફી 30 હજાર મંજૂર કરી હતી.
  • તો આ રીતે રૂ. 38 હજાર ફી પેટે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવ્યા હતા. 
FRC
થલતેજની R.H.કાપડિયા સ્કૂલને નોટિસ આપવામાં આવી
  • આ ઉપરાંત થલતેજની R.H. કાપડિયા સ્કૂલે પણ વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે 13,500 રૂપિયા ફી પેટે લીધા છે.
  • જેમાં સ્કૂલે વાલીઓ પાસે ધો.1માં અલગ-અલગ હેડ હેઠળ 30 હજાર રૂપિયા ફી લીધી છે, પરંતુ FRC એ આ સ્કૂલની ફી માત્ર 16,500 જ મંજૂર કરી હતી.
  • R.H. કાપડિયા થલતેજ અને સેટેલાઈટની સ્કૂલમાં વાલીઓ પાસે ગેરકાયદેસર ઉઘરાવેલી ફી મામલે ફરિયાદ કરવામાં આવતા FRC એ સ્કૂલને નોટિસ ફટકારી છે
  • તથા 7 દિવસમાં આ અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures