Pakistan

Pakistan

પાકિસ્તાન (Pakistan) માં સિંધ પ્રાંતમાં વધુ એક હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. અહીં આવેલા આશરે 300 જેટલા હિંદુ પરિવારના મકાનો પર પણ એક ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા શીતલ દાસ કમ્પાઉન્ડમાં આશરે 300 હિંદુ પરિવાર અને 30 જેટલા મુસ્લિમ પરિવાર રહે છે. અચાનક આ વિસ્તારના મુખ્ય દરવાજા પર મુસ્લિમોનું એક મોટુ ટોળુ એકઠું થયું હતું અને હિંદુ પરિવાર પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું એવામાં કમ્પાઉન્ડમાં રહેતા મુસ્લિમ પરિવાર હિંદુઓના બચાવમાં ઉતરી આવ્યા હતા અને મુખ્ય દરવાજાને બંધ કરી દીધો હતો.

આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી

ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સ્થિતિને કાબુમાં લઇ લીધી હતી. આ ઘટના બાદ અહીં રહેતા એક વૃદ્ધ હિંદુએ જણાવ્યું હતું કે મે મારી જિંદગીના આટલા વર્ષોમાં પહેલી વખત જોયું કે હિંદુઓ પર હુમલા કરવા માટે ટોળુ આવ્યું છે. પાકિસ્તાનમાં કુલ વસતીમાં માત્ર બે જ ટકા હિંદુ છે અને તેમાંથી મોટા ભાગના સિંધ પ્રાંતમાં રહે છે.

એક સ્થાનિક હિંદુ વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે વિસ્તારમાં આવેલા હિંદુ મંદિર સુધી ટોળામાંથી લોકો પહોંચી ગયા હતા અને ભારે તોડફોડ કરી હતી. ત્યારબાદમાં તેઓ હિંદુ પરિવાર પર હુમલા કરવા માગતા હતા, જોકે અમારી બાજુમાં રહેતા મુસ્લિમો તુરંત જ ગેટ પર પહોંચી ગયા હતા અને ટોળાને પ્રવેશતુ અટકાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024