Patan : પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડામરથી પેચ વર્ક કરવાનું 14 માં નાણાપંચની બચત ગ્રાન્ટ વર્ષ 2016 2017 ની 1.35 કરોડ ની ગ્રાન્ટ માંથી તૈયાર કરવાનો પ્રારંભ આજરોજ જલારામ ચોક ખાતે થી કે.સી.પટેલ ની ખાસ ઉપસ્તીથી વચ્ચે કરવામાં આવ્યું હતુ.
ત્યારે એક વર્ષ અગાઉ નાગોરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ કામગીરી કરી શક્યા ન હતા જેથી નગરપાલિકાએ નાગોરી કન્સ્ટ્રક્શનની ડિપોઝિટ જપ્ત કરી તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો અને નવેસર થી રિ ટેન્ડરિંગ કરી મેસસ વિકાસ કન્સ્ટ્રક્શન કંપનીને આજરોજ વર્ક ઓર્ડર આપી શહેરના જલારામ ચોકથી ટેલીફોન એક્સચેન્જ થઈ લીલી વાડી સુધીના માર્ગો પર પડેલા ખાડાઓનું પેચવર્ક કરવાની કામગીરી પાટણના વિદ્વાન પંડિત ના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી હતી અને પેચ વર્ક નું ખાત મુહૂર્ત કર્યા બાદ જલારામ ચોકથી લીલીવાડી માર્ગ પર પડેલા તમામ નાના-મોટા ખાડાઓનું પેચ વર્ક કામ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
આમ પાટણ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું પણ પેચ વર્ક કામ પૂર્ણ કરી પાલિકા તંત્ર (Patan Nagarpalika)દ્વારા શહેરીજનોને ઉબડખાબડ માગ થી છુટકારો મળી રહે અને તેઓને સારી સુવિધાઓ મળી રહે તે દિશામાં ભાજપ સરકાર સહિત પાલિકાના શાસક પક્ષના સભ્યો કામ કરી રહ્યા હોવાનું પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું. તો આ પેચ વર્કના ખાતમુરત પ્રસંગે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ, ડોક્ટર નરેશ દવે, ટીપી કમિટીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના કોર્પોરેટરો અને ભાજપ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પાલિકાના 1.35 કરોડના માતબર પેચ વર્કના ખાત મુરત પ્રસંગે ડોક્ટર રાજુલબેન દેસાઈ ની ગેરહાજરી શહરિજનો માં સૂચક બની હતી