રાજ્ય સરકારે લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ લાગુ કર્યો

પોસ્ટ કેવી લાગી?

State government

રાજ્ય સરકારે (State government) લગ્ન સમારંભની મંજૂરી માટે નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી લગ્ન કે રિસેપ્શન માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે લગ્નપ્રસંગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રાજ્યના ગૃહવિભાગે લગ્ન પ્રસંગોને લઈ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર લગ્ન, સત્કાર જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળો કે બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગ આયોજનને મંજૂરી મળશે.

લગ્ન સમારોહ રજીસ્ટ્રેશન માટે www.digitalgujarat.gov.in લિંક પર જઈ Online Registration for Organization Marriage Function સર્ચ કરવાનું રહેશે. આ લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે.

આ પણ જુઓ : મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મહિલાઓ પરના જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા બિલને મંજૂરી

જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે. ઉપરાંત કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો પણ અમલ કરવાનો રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures