ડીસા તાલુકાના જાબડિયા ગામ ની બાજુમાં એક અજીબ જાનવર જોવા મળ્યું છે એવા ન્યુઝ ફોટા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તો જાણીએ સુ છે સમગ્ર હકીકત.
છેલ્લા એક અઠવાડિયાથી સોસીયલ મીડિયા પર એક એલિયન પ્રકારનું જંગલી જાનવરના ફોટો વાયરલ કરવામાં આવ્યા છે અને તેની સાથે લખવામાં આવતું હતું કે આ જાનવર બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકામાં આવેલ જાબડયા ગામમાં આ જાનવર આવેલ છે.
આ વાયરલ થઇ રહેલ મેસેજ ની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વાયરલ કરવામાં આવેલ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારનું જાનવર બનાસકાંઠા મા કે ભારતમાં ક્યાંય જોવા મળ્યું નથી આ બાબતે ગામના લોક મુખે જાણવા મળ્યું હતું કે અમારા ગામમાં કોઈ આવું પ્રાણી આવ્યું નથી આ પ્રકારના ખોટા મેસેજ અફવા ફેલાવવામાં આવી રહી છે.
આ વાઈરલ મેસેજ તદ્દન ખોટો છે. PTN News તમને અનુરોધ કરે છે કે આવા ખોટા મેસેજથી દૂર રહેવું અને શેર કરવું નહીં.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“