Taarak Mehta
ટીવીનાં સૌથી ચર્ચિત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. દાયકાથી શો લોકોનાં મનમાં રાજ કરે છે. એવામાં સોનાં દર્શકો માટે એક મોટુ સરપ્રાઇઝ છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટમાં એક દિગ્ગજ એક્ટરની એન્ટ્રી થવા જઇ રહી છે. એક્ટર અન્ય કોઇ નહીં પણ કોમેડીનાં મહારથી એક્ટર રાકેશ બેદી (Rakesh Bedi) છે.
અભિનેતા રાકેશ બેદીએ ખુદ આ શોમાં જવાની વાતને સ્વીકારી છે. એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ તે આ શોમાં તારક મહેતા (Taarak Mehta) ના બોસની ભૂમિકા નિભાવતો જોવા મળશે. રાકેશ બેદીએ કહ્યું, ‘હા, મેં 14 ઓગસ્ટે આ શો માટે શૂટિંગ શરૂ કર્યું હતું, આ શોના સેટ પર મારો પહેલો દિવસ હતો’. તેમણે એમ પણ કહ્યું કે ‘આ એકદમ રસપ્રદ છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયાં પછી મને આ ભૂમિકા માટે 12 વર્ષ પહેલાં પણ ઓફર મળી હતી.’

તેમણે ઉમેર્યુ કે, હું આ શોમાં તારક મેહતા (Taarak Mehta) એટલે કે શૈલેશ લોઢાનાં બોસનો કિરદાર અદા કરી રહ્યો છું. આ કિરદાર બૂકમાં પણ છે. અસલી સ્ટોરીનો પણ તે ભાગ છે. આ એક અહમ રોલ છે. રાકેશ બેદીનું કહેવું છે કે, આ વખતે જ્યારે ફરીથી શૂટિંગ શરૂ થયુ તો મને કોલ આવ્યો હતો. શો પર કેટલાંક બદલાવ કરવામાં વશે. અને મારા કેરેક્ટરને ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. મારુ કેરેક્ટર શોનો ભાગ હમેશાંથી હતું. પણ ક્યારેય ઇન્ટ્રોડ્યૂસ થયુ ન હતું. અને દેખાડવામાં આવ્યું ન હતું.
રાકેશ બેદી જાણીતા કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈં’માં જોવા મળ્યો હતો. તે અંગુરી ભાભીના પિતાના પાત્ર તરીકે જોવા મળ્યો હતો. તેણે અગાઉ ઘણા જાણીતા કોમેડી શોમાં કામ કર્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.