Mall

Mall

કોરોનાના વધી રહેલા કહેરમાં રાજ્ય સરકારે માસ્કનો કાયદો વધુ કડક બનાવ્યો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત શોપિંગ મોલ (Mall) કે શો-રૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.

mall

ગુજરાતના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ 1000 રૂપિયાનો દંડ થશે. બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે.

તેમજ રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ એક-એક હજાર રૂપિયાનો દંડ થશે. આમ, વાહન ચાલકો તેમજ મુસાફરો માટે પણ માસ્ક કમ્પલસરી બનાવી દેવાયું છે.

Mall

તો આ સાથે શોપિંગ મોલ્સ (Mall) અંગે સરકારે કહ્યું કે, મોલ અને સ્ટોર્સમાં શોપિંગનું માટે મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે આવતાં હોય છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની શક્યતાઓ વધી જાય છે.

હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે, શોપિંગ મોલ (Mall) તથા સ્ટોર્સમાં પ્રવેશ કરતાં તમામ ગ્રાહકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ માટે મોલ કે સ્ટોરના મેનેજરે તકેદારી લેવાની રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.