- ઓઈલ સાથે સાથે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને કાળા બનાવી શકાય છે.
- આયુર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવ્યું છે કે ઓઈલની જગ્યાએ અમુક ઘરેલૂ ઉપાય કરીને વાળ સંબંધી સમસ્યાઓથી બચી શકો છો અને વાળને હેલ્ધી રાખી શકો છો.
- નીચે જણાવ્યા મુજબ કોઈ પણ 1 ઉપાય તમે અઠવાડિયામાં 1-2 વાર અજમાવી શકો છો.
- લીંબુ :-
1 લીંબુના રસમાં 2 ચમચી પાણી મિક્ષ કરીને વાળમાં અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આનાથી હેરનું ઈન્ફેક્શન દૂર થશે.
- ગાજર :-
- 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો.
- એક કલાક બાદ ધોઈ લો.
- આનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી,નેચરલી કાળા પણ થશે.ગ્રોથ પણ વધશે.
- એલોવેરા જેલ :-
- 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો.
- એક કલાક બાદ ધોઈ લો.
- એલોવેરાથી ડેન્ડ્રફ અને હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.
- મેથી દાણા :-
- 2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો.
- સવારે તેને પીસીને તેની પેસ્ટમાં દહી મિક્સ કરો.
- આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક વાળમાં લગાવી વોશ કરી લો.
- આનાથી વાળ નેચરલી કાળા થાય છે.
- બટાકા :-
- 2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો.
- એક કલાક બાદ ધોઈ લો.
- લસણ :-
- 2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો.
- એક કલાક બાદ ધોઈ લો.
- લસણના રસથી સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળ હેલ્ધી બને છે.
- ખાટું દહીં :-
- 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી ખાટું દહીં અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.
- આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો.
- દહીં વાળમાં કન્ડિશનરનું કામ કરે છે.
- ઈંડાનો સફેદ ભાગ :-
- 2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો.
- એક કલાક બાદ વાળ ધોઈ લો.
- આનાથી વાળ કાળા અને શાઈની બને છે.
- મીઠો લીમડો :-
- 1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો.
- આ પેસ્ટને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવાથી વાળને પોષણ મળે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News