- ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
- સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
- ભાવનગરમાં ગારિયાધારના ચારોડિયા ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા. આ સાંભળીને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
- કોરોનાની મહામારીમાં રોજ કેસ વધતા જય રહ્યા છે. આજે ભાવનગર જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઈ હતી.
- આ પણ જુઓ : આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો.
- N-95 માસ્ક કેટલું છે સુરક્ષિત? જાણીએ
- ગારીયાધાર તાલુકાના ચારોડિયા ગામના 35 વર્ષના યુવકે કોરોના પોઝિટિવ આવ્યો છે.
- ચારોડિયા ગામનો યુવક 12 દિવસ પહેલા મુંબઈથી આવ્યો હતો.તેથી તેને ત્યાંથી ચેપ લાગ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
- તે ઉપરાંત ભાવનગરના આનંદનગરમાં 2 કેસ નોંધાયા છે.
- જેમાં 20 વર્ષ અને 23 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
- આ બંન્ને યુવકો અગાઉ આવેલા કેસના નજીકના સગા હોવાથી સંક્રમણમાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News