- હવે તમારે તાત્કાલિક સમયે ટિકિટ બુક કરાવવાની ચિંતા નહીં રહે. હવે તત્કાલ ટિકિટ બુકિંગની ચિંતા દૂર થઈ રહી છે. પેસેન્જર ફ્રેન્ડલી પગલું ભરતા રેલવેએ તે તમામ ગેરકાનૂની સોફ્ટવેર અને ઘણા એજન્ટો પર કડક કાર્યવાહી કરી છે, જે પહેલાથી જ તત્કાલ ટિકિટ્સને બ્લોક કરી લેતા હતા. રેલવે પ્રોટક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે એક વિશેષ ઓપરેશન હેઠળ તે તમામ પર કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકો તત્કાલ ટ્રેન ટિકિટને બ્લોક કરી દેતા હતા. હવે તત્કાલ ટિકિટોની સંખ્યામાં વધારો થશે અને ટિકિટ બુક કરાવવા માટે પણ પર્યાપ્ત સમય મળી રહેશે. પહેલા થોડી જ મિનિટોમાં તત્કાલ ટિકિટ ખતમ થઈ જતી હતી.
- સોફ્ટવેરની મદદથી ઝડપી બુક થઈ જતી હતી તત્કાલ ટિકિટ રેલવે અધિકારીઓ અનુસાર, ANMS, MAC જેવા ગેરકાયદેસર સોફ્ટવેરની મદદથી IRCTCનું લોગિંગ કેપ્ચા, બુકિંગ કેપ્ચા અને બેન્ક OTP સુધી બધુ બાયપાસ કરી દેવામાં આવતું હતું. ત્યારબાદ તત્કાલ ટિકિટોનું બુકિંગ કરવામાં આવતું હતું. સામાન્ય વ્યક્તિએ આ તમામ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવાના કારણે તેમને ટિકિટ બુક કરાવાની ઉપલબ્ધતા મળતી ન હતી.
- સામાન્ય યૂઝર્સ માટે એક તત્કાલ ટિકિટ બુક કરવામાં લગભગ 2.55 મિનિટ લાગે છે, જ્યારે આ સોફ્ટવેરની મદદથી આ લોકોને તત્કાલ ટિકિટ બુક કરવામાં માત્ર 1.48 મિનિટ જ લાગતી હતી.સામાન્ય લોકો બુક નહોતા કરાવી શકતા તત્કાલ ટિકિટ – રેલવેના નિયમો અનુસાર, કોઈ પણ એજન્ટ ગેરકાયદેસર રીતે રેલવે ટિકિટ બુક ન કરી શકે. છેલ્લા 2 મહિનામાં RPF અધિકારીઓએ આવા લગભગ 50 થી વધારે ગેરકાયદેસર એજન્ટ્સ પર કાર્યવાહી કરી છે, જે આ સોફ્ટવેરની મદદથી ટિકિટ બુક કરતા હતા. આ કારણથી સામાન્ય લોકોને તત્કાલ ટિકિટ બુક કરવા માટે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો.
- તત્કાલ ટિકિટ બુક કરવા માટે હવે વધારે સમય મળશે.દેશમાં ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) સુવિધા પ્રદાન કરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News