Rajasthan
રાજસ્થાન (Rajasthan) હાઇવે પર આદિવાસી આંદોલનએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ આંદોલન દરમિયાન અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. આ આંદોલન હેઠળ ગુજરાતને આંચ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર હાઇવે પર કિલોમીટરો લાંબી વાહનોની લાઇનો લાગી હતી.
ડુંગરપુર પાસે કાંકરી ડુંગર પાસે ધરણા સમાપ્ત થયાની જાહેરાત થઇ હતી. જેના પગલે ગુજરાત તરફનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. શિક્ષક ભરતી આંદોલન મુદ્દે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટમાં જશે. ખેરવાડામાં યોજાયેલી સંયુક્ત બેઠક જેમાં કોર્ટમાં જવાના મુદ્દે તમામ પક્ષોમાં સંમતી સધાઇ હતી.
આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું
સીએમ ગેહલોતના નિર્દેશના આધારે શરતી સમાધાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાજિક, રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફીક ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.