અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ વધુ એકવાર ધન્યવાદ પાઠવ્યા છે. તેઓએ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, ભારત અને અમેરિકા પોતાના સંબંધોને આગળ વધારવા ઇચ્છે છે. મોદી એક મહાન નેતા અને સારાં વ્યક્તિ છે. ભારતના લોકો ભાગ્યશાળી છે. આ અગાઉ ટ્રમ્પે ટ્વીટર પર મોદીને ધન્યવાદ આપ્યા હતા. મોદીની આગેવાનીમાં ભાજપ 303 સીટ જીતને પૂર્ણ બહુમત સાથે સત્તામાં પરત ફરી છે.
ટ્રમ્પ : મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરીને તેઓને અમેરિકા તરફથી ધન્યવાદ પાઠવ્યા છે. તેઓને ચૂંટણીમાં મહાન સફળતા મળી છે. તેઓ મારાં મિત્ર છે અને ભારત-અમેરિકા વચ્ચે સારાં સંબંધો છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના નેતા જાપાનના ઓસામાં યોજાનારી G-20 સમિટમાં મળશે. આ સમિટ 28 અને 29 જૂનના રોજ યોજાશે. આ દરમિયાન ભારત, અમેરિકા અને જાપાન મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને લઇને ચર્ચા કરશે.
ટ્રમ્પે ગુરૂવારે પણ ટ્વીટર પર વડાપ્રધાન મોદીને ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે, મોદી પરત ફરવાથી ભારત અને અમેરિકા સહયોગ માટે ઘણું સારું થશે. હું આપણાં મહત્વના કામ યથાવત રાખવા ઇચ્છુક છું. ત્યારબાદ મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરી લખ્યું – આ જીત 1.3 અબજ લોકોના દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હું પણ તમારી સાથે દ્વિપક્ષીય સંબંધો માટે કામ કરવા ઉત્સુક છું, જે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે સારું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.