જમ્મુ-કાશ્મીર માં કટરાના માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે થયેલી ભાગદોડ માં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ નજીક નાસભાગ મચી ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે શુક્રવાર-શનિવારે રાત્રે લગભગ 2.45 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, કેટલીક દલીલો બાદ એકબીજા સાથે ઘક્કા-મુક્કી બાદ નાસભાગ મચી ગઈ હતી. પરંતુ ત્યાંના હાજર લોકોનું કંઈક બીજું કહેવાનું છે. એક પ્રત્યક્ષદર્શી કહે છે કે પથ્થર પડવાની અફવાઓ ફેલાયા પછી નાસભાગ થઈ હતી.
આ ઘટના દરમિયાન હાજર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે માતા વૈષ્ણોદેવી ભવન માર્ગ પર ખૂબ ભીડ હતી. આ ભીડને જોઈને જ ઘભરામણ થતી હતી. લોકોએ કહ્યું છે કે, ભીડ હતી ત્યારે લોકોને કેમ રોકવામાં આવ્યા નહીં તે વહીવટીતંત્રની ભૂલ છે. લોકો ચાલી જ રહ્યા હતા. તે દરમિયાન લુધિયાણાનો એક ભક્ત પણ ઘટના સ્થળે હાજર હતો. તેમણે કહ્યું કે દર્શન માટે આટલી બધી સ્લિપ કેમ કાપવામાં આવી. વધુ સ્લિપ કાપવામાં આવી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ છે. તેમણે કહ્યું કે તેણે થાંભલા પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો છે.
અકસ્માત બાદ વહીવટીતંત્ર દ્વારા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ત્યારે મુસાફરી ફરી શરૂ કરાઈ હતી. કટરામાં પેસેન્જર સ્લિપ પણ બનવા લાગી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ માહિતી આપી છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને દરેકને રૂ.10 લાખ અને ઇજાગ્રસ્તો માટે 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા વાત કરી છે.